તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 26th April 2025
ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન : ગેરકાયદે વસતા 990 બાંગ્લાદેશી ઝડપાયા : ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો
અમદાવાદ - સુરતમાં રાત્રિ દરમિયાન સઘન તપાસ : 890 પુરુષ - મહિલા - બાળકો સહિત ઝડપાયા : પોલીસે ઝડપાયેલા પુરુષોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે મહિલાઓ અને બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે વિચારણા

અમદાવાદ : પહલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે ગુજરાત પોલીસે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમાં ગત રાત્રે હાથ ધરાયેલા મોટા ઓપરેશનમાં કુલ 990 ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.
અમદાવાદમાં ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીઓમાં રાત્રે હાથ ધરાયેલી સઘન ચેકિંગ દરમિયાન 890 બાંગ્લાદેશીઓ ઝડપાયા, જેમાં 436 પુરુષ, 240 મહિલા અને 214 બાળકોનો સમાવેશ થાય છે. સુરતમાં પણ પોલીસે ઉન, સચિન, લિંબાયત, લાલગેટ અને સલાબતપુરા જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 132 ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા, જેમાં 88 પુરુષ અને 44 મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસે ઝડપાયેલા પુરુષોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે મહિલાઓ અને બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે વિચારણા ચાલી રહી છે. પહલગામ હુમલા બાદ રાજ્ય સરકારે ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો સામે સખત પગલાં લેવાનો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઉપરાંત, ગેરકાયદે ભારતમાં પ્રવેશેલા પાકિસ્તાની નાગરિકોને પણ પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ ઓપરેશનને પગલે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે, અને આગામી દિવસોમાં પણ આવા ઓપરેશન ચાલુ રહેવાની શક્યતા છે.
(8:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
