News of Saturday, 26th April 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે? શું કહે છે ગ્રહોની ચાલ
જ્યોતિષ એકથી વધુ ગ્રહગોચરને જવાબદાર ગણી યુદ્ધના ભણકારા નિヘતિ માની રહ્યા છે : પાકિસ્તાન માટે આ અંતિમ યુદ્ધ રહેશે અને જુલાઈ સુધી એ ચાલશે.. ગ્રહગોચર ઉપરાંત બે ગ્રહણોની અસર આગમાં ઘી હોમી રહી છે

નવી દિલ્હી,તા.૨૬: પહેલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. દુનિયાભરમાં એ વાતની ચર્ચા છે કે હવે આ બંને પડોશી દેશો વચ્ચે યુદ્ધ છેડાઈ શકે છે. એવામાં જાણવાનો પ્રયાસ કરીએ કે જ્યોતિષશાષા આ બાબતે શું માની રહ્યું છે. હકીકતમાં માર્ચ-એપ્રિલથી બદલાયેલી ગળહોની ચાલ અને ભારે ગ્રહણોને પ્રતાપે કંઈક મોટું અને અજુગતું થવાની ભીતિ તો વ્યક્ત થઈ જ રહી હતી એવામાં આ હુમલાથી એ આશંકાઓને બળ મળી રહ્યું છે. હકીકતમાં જ્યોતિષની દ્રષ્ટિએ જોવામાં આવે તો ચંદ્રગ્રહણ પછી સુર્યગ્રહણ અને ત્યારબાદ શનિદેવના મીન રાશિમાં ગોચર સાથે જ અમંગળકારી ઘટનાઓ સામે આવી રહી છે. હવે જ્યારે મે મહિનામાં ગુરુનું મિથુન રાશિમાં તેમજ રાહુનું કુંભ રાશિમાં ગોચર થશે એ આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે.(૪૦.૭)
ભવિષ્ય મલિકા મુજબ શનિ મીનમાં આવે એટલે યુદ્ધ સર્જાય... બે વિશ્વયુદ્ધ સાબિતી
યુદ્ધ સુનિヘતિ કરતી જ્યોતિષીય આગાહીઓ સાથે ઘણાંખરા પંડિતો તો ત્યાં સુધી દાવો કરતાં જણાઈ રહ્યા છે કે, પાકિસ્તાન માટે આ અંતિમ યુદ્ધ હશે અને એ સંજોગો જુલાઈ સુધીમાં સર્જાઈ શકે છે. આ બાબતને વિસ્તળતમાં સમજવામાં આવે તો, જુન સુધીમાં પહલગામ હુમલાના બદલામાં ભારત સૈન્ય કાર્યવાહી દ્વારા જડબાતોડ જવાબ આપશે. શનિ ગત મહિનામાં મીન રાશિમાં પ્રવેશ કરી ચૂકયો છે. ભવિષ્ય મલિકા કહે છે કે, જ્યારે જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે યુદ્ધના સંજોગો નિર્માણ થાય છે. ૧૯૩૭માં જ્યારે શનિ મીન રાશિમાં ગોચર કરતો હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. એ જ રીતે ૧૯૬૫-૬૬માં જ્યારે શનિ મીન રાશિમાં હતો ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. એ ગોચર દરમિયાન ગોરક્ષા આંદોલનમાં હજારો હિન્દુઓની કત્લેઆમ થઈ હતી.
ગુરૂ અતિચારી થાય ત્યારે પણ યુદ્ધ સર્જાય.. મહાભારત અને બંને વિશ્વયુદ્ધનો સમય
ફક્ત શનિ જ નહીં અન્ય ગ્રહોના પરિવર્તન પણ યુદ્ધ જેવી ભયાનક સ્થિતિ માટે ચેતવી રહ્યા છે. ૧૪ મેથી ગુરૂ મહારાજ અતિચારી થવા જઈ રહ્યા છે. ૨૦૨૫ની શરૂઆતમાં ગુરુ વળષભ રાશિમાં છે, ત્યારબાદ મે મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને થોડા સમયમાં વકી થઈને ફરી વળષભ રાશિમાં અને ત્યારબાદ મિથુન રાશિમાં જશે. ૫૦૦૦ વર્ષ પૂર્વે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ગુરુ સાત વર્ષમાં સાત રાશિમાં અતિચારી રહ્યા હતા. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વખતે પણ ગુરૂ ગ્રહની ગતિ અસામાન્ય હતી હવે ફરી સમગ્ર ૨૦૨૫માં ગુરુ તેમની અતિચારીથી વિશ્વમાં અસામાન્ય ઘટનાઓનું કારણ બને એવી સંભાવના છે. હજી એક મહત્વનું રાશિ પરિવર્તન જે મે મહિનામાં થવા જઈ રહ્યું છે એ પણ આ સંજોગોને બળ આપી રહ્યા છે. જ્યોતિષીય ગણનાઓનું માનવામાં આવે તો, ૧૮ મેએ રાહુ મીન રાશિ છોડીને કુંભમાં પ્રવેશ કરશે. રાહુ કુંભમાં -વેશ કરતાની સાથે જ દેશ દુનિયામાં હલચલની તીવ્રતા અનેકગણી વધી જશે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
