<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પાકિસ્‍તાનમાં સૈનિકો કરતાં તો ભિખારીઓની સંખ્‍યા વધુ

પાકિસ્‍તાન પાસે ૫ લાખ સૈનિક અને ૫.૫ લાખ રિઝર્વ સૈનિક છે. જ્‍યારે ૨.૨ કરોડ ભિખારી છે

નવી દિલ્‍હી,તા.૨૬: કેન્‍દ્રીય ગળહ મંત્રી  શાહે જળશક્‍તિ મંત્રી સાથે કરી બેઠક, કહ્યું એક ટીપું પાણી પાકિસ્‍તાન નહિ મજાની વાત તો એ છે પાકિસ્‍તાન આટલી મોટી મોટી ત્‍યારે હાંકી રહ્યું છે જ્‍યારે એમના દેશમાં સૈનિકો કરતાં ભિખારીઓની સંખ્‍યા વધારે છે.

પાકિસ્‍તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાની દરેક જોખમ માટે તૈયાર છે. એક તરફ જ્‍યાં પાકિસ્‍તાન મોટા મોટા દાવા કરી રહ્યું છે.

હાલમાં જ પાકિસ્‍તાનના સંરક્ષણ ખાતાના પ્રધાન ખ્‍વાજા મોહમ્‍મદનું નિવેદન સામે આવ્‍યું હતું જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે પાકિસ્‍તાનમાં ભિખારીઓની સંખ્‍યામાં વળદ્ધિ થઈ રહી છે. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્‍યું હતું કે સાઉદી અરબમાં ૪૭૦૦થી વધુ પાકિસ્‍તાની ભિખારીઓને પાછું વતન મોકલી રહ્યું છે, જેઓ ત્‍યાં ગેરકાયરે ભીખ માંગી રહ્યા હતા.

પાકિસ્‍તાનના સંરક્ષણ ખાતાના પ્રધાને આગળ એવું પણ જણાવ્‍યું હતું કે પાકિસ્‍તાનમાં આશરે ૨.૨ કરોડ ભિખારી છે. દરમિયાન ગ્‍લોબલ ફાયર પાવર ઈન્‍ડેક્‍સ દ્વારા બહાર પાડવામાં આવેલી શક્‍તિશાળી દેશની યાદીમાં પાકિસ્‍તાનની રેંકિંગ વધુને વધુ ખરાબ થઈ રહી છે.

પાકિસ્‍તાન ૧૪૫ દેશની યાદીમાં ૧૨મા સ્‍થાને છે. ૨૦૨૩માં પાકિસ્‍તાન આ યાદીમાં સાતમા સ્‍થાને અને ૨૦૨૪માં નવમા સ્‍થાને હતું, પરંતુ હવે ૨૦૨૫માં તે ટોપ ટેનમાંથી બહાર થઈને ૧૨ સ્‍થાને પહોંચી ગયું છે.

વાત કરીએ પાકિસ્‍તાનના સૈન્‍યબળની તો પાકિસ્‍તાનની આર્મી પાવર સતત ઘટી રહી છે. પાકિસ્‍તાન પાસે ૫ લાખ સૈનિક અને ૫.૫ લાખ રિઝર્વ સૈનિક છે. ટૂંકમાં કહીએ કો આ આંકડો વધુમાં વધુ ૧૧ લાખ સૈનિક જેટલો હોઈ શકે છે, એનાથી વધારે તો નહીં જ.

ભારતની વાત કરીએ તો ભારત ગ્‍લોબલ ફાયર પાવર ઈન્‍ડેક્‍સમાં ચોથા સ્‍થાને છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ સૌથી વધુ પાવરફૂલ સૈન્‍ય ભારત પાસે છે. ભારત પાસે કુલ ૨૧ લાખ સૈનિક છે અને એમાંથી ૧૪.૫ લાખ એક્‍ટિવ સોલ્‍જર છે અને ૧૧.૫ લાખ રિઝર્વ સેનિક છે. આ સિવાય પાકિસ્‍તાનની સરખામણીએ ભારત પાસે આધુનિક હથિયારો પણ મોટી સંખ્‍યામાં છે.(૪૦.૨)

(9:53 AM IST)