<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પહેલગામ આતંકી હુમલાનો નવો વિડીયો પ્રકાશમાં આવ્‍યો

પ્રવાસીઓને ગોળી મારતો દેખાયો આતંકી

 

નવી દિલ્‍હી, તા.૨૬: જમ્‍મુ કાશ્‍મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની સુરક્ષા એજન્‍સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તેમજ આ હુમલા પાછળ સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. આ દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો પ્રકાશમાં આવ્‍યો છે. જેમાં આતંકવાદી પ્રવાસીને ગોળી મારતો દેખાઈ રહ્યો છે. ૨૨ એપ્રિલ મંગળવારના રોજ પહેલગામના બૈસરનમાં આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓની ગોળી મારીને હત્‍યા કરી હતી. આ હુમલામાં ૧૭ પ્રવાસીઓ ઘાયલ થયા હતા.

આ વિડીયોમાં સફેદ કપડાં પહેરેલો એક પ્રવાસી ઊભો જોવા મળે છે. કાળા કપડાં પહેરેલો એક આતંકવાદી તેની સામે ઉભો છે. થોડી જ વારમાં આતંકવાદી સામે ઉભેલા યુવાન પર ગોળીબાર કરે છે. તે પછી ત્‍યાં ગભરાટ ફેલાય છે. લોકો ચીસો પાડીને દોડવા લાગે છે.

આ હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે. જંગલોમાં આતંકવાદીઓની શોધની સાથે તેમના કેમ્‍પોને ઉડાવી દેવાની કાર્યવાહી પણ ચાલુ છે. આતંકવાદીઓના કેમ્‍પોને એક પછી એક નષ્ટ કરવામાં આવી રહ્યા છે.

(3:59 PM IST)