<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

મિશન રેડી...કોઇ પણ સમયે, કોઇ પણ સ્‍થળને... નૌકાદળ નવાજૂની કરવાના મૂડમાં

 

નવી દિલ્‍હી તા.૨૫: આ સમયે ભારતીય નૌકાદળની એક પોસ્‍ટ વાયરલ થઈ છે. તે વાયરલ પોસ્‍ટમાં, નૌકાદળે મિશનરેડી, ગમે ત્‍યારે, ગમે ત્‍યાં, ગમે તેમ કહ્યું છે. હમણાં થોડા દિવસો પહેલા પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો જેમાં ૨૬ પ્રવાસીઓના દર્દનાક મોત થયા હતા. તે હુમલા બાદથી, ભારત સરકાર એક્‍શન મોડમાં છે, ત્રણેય સેનાઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. હવે આ દરમિયાન આ પોસ્‍ટ ભારતીય નૌકાદળ તરફથી આવી છે.

નૌકાદળે પોતાની પોસ્‍ટમાં લખ્‍યું, એકતામાં શક્‍તિ; હેતુપૂર્ણ હાજરી. આ સાથે, ભારતીય નૌકાદળે કેટલાક એવા ટેગનો ઉપયોગ કર્યો છે જે દર્શાવે છે કે નૌકાદળ દરેક પ્રકારના મિશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. નૌકાદળે મિશનરેડી, એનીટાઇમ, એનીવેયર, એનીહોવૅ લખ્‍યું. આ ઉપરાંત, ભારતીય સેના અને વાયુસેના તરફથી પણ આવી જ પોસ્‍ટ્‍સ આવી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્જિકલ અને એર સ્‍ટ્રાઈક પછી, શું હવે નૌકાદળ દ્વારા કોઈ સ્‍ટ્રાઈક કરવામાં આવશે?

હાલમાં, ભારત સરકાર અને ત્રણેય સેનાઓ વચ્‍ચે સતત બેઠકો ચાલી રહી છે, પીએમ નરેન્‍દ્ર મોદી પોતે તેમની અધ્‍યક્ષતા કરી રહ્યા છે. પીએમ દ્વારા સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે, આતંકવાદીઓને કલ્‍પના બહારની સજા આપવામાં આવશે. આવી સ્‍થિતિમાં, -‘ એ નથી કે કાર્યવાહી થશે કે નહીં, લોકોના મનમાં પ્રશ્‍ન એ છે કે આવી કાર્યવાહી કયારે થશે?

જોકે, નિષ્‍ણાતો કહે છે કે કોઈપણ યુદ્ધમાં નૌકાદળ પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા નિષ્‍ણાતો કહી રહ્યા છે કે જો ભારત અરબી સમુદ્રમાં પોતાના જહાજો તૈનાત કરશે તો પાકિસ્‍તાનને મોટો ફટકો પડશે. બળતણ ત્‍યાં સમયસર પહોંચશે નહીં; બીજી ઘણી વસ્‍તુઓનો પુરવઠો પણ ખોરવાઈ જશે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ નૌકાદળે આ કામ કર્યું છે. આવી સ્‍થિતિમાં, આ વિકલ્‍પ મોદી સરકાર માટે પણ ખુલ્લો છે.

(4:16 PM IST)