News of Sunday, 27th April 2025
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી પર દારૂ કૌભાંડનો આરોપ
જગન મોહન રેડ્ડીએ કાસીરેડ્ડી રાજ શેખર રેડ્ડીને કલ્યાણકારી યોજનાઓ અને તેમની પાર્ટી વાયએસઆર કોંગ્રેસ માટે નાણાં એકત્ર કરવા માટે દારૂની નીતિ ઘડવાની મંજૂરી આપી હતી. જગનની આગેવાની હેઠળની સરકાર દરમિયાન થયેલા રૂ. 3,200 કરોડના કથિત દારૂ કૌભાંડમાં રાજ શેખર મુખ્ય આરોપી

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ કાસીરેડ્ડી રાજ શેખર રેડ્ડીને કલ્યાણકારી યોજનાઓ અને તેમની પાર્ટી વાયએસઆર કોંગ્રેસ માટે નાણાં એકત્ર કરવા માટે દારૂની નીતિ ઘડવાની મંજૂરી આપી હતી. જગનની આગેવાની હેઠળની સરકાર દરમિયાન થયેલા રૂ. 3,200 કરોડના કથિત દારૂ કૌભાંડમાં રાજ શેખર મુખ્ય આરોપી છે.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના એક અધિકારીએ રાજ શેખરના રિમાન્ડ રિપોર્ટમાં આ દાવો કર્યો છે. જો કે, વાયએસઆર કોંગ્રેસે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે વર્તમાન એનડીએ સરકાર પાર્ટીના નેતાઓ સામે રાજકીય રીતે પ્રેરિત દારૂ કૌભાંડના આરોપો લગાવી રહી છે અને મીડિયાનો ઉપયોગ કરીને તેને પ્રસિદ્ધ કરી રહી છે.
એસઆઈટીએ રિમાન્ડ રિપોર્ટમાં જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન રાજ શેખર રેડ્ડીએ કબૂલાત કરી હતી કે તત્કાલિન સીએમ જગન મોહન રેડ્ડીએ તેમને એક્સાઈઝ પોલિસી તૈયાર કરવાની મંજૂરી આપી હતી જેનાથી રાજ્ય માટે વધુ આવક થશે અને સરકાર તેનો ઉપયોગ એક તરફ કલ્યાણકારી પગલાં માટે કરી શકે છે અને બીજી તરફ પાર્ટી ફંડ મેળવી શકે છે.
વિજયવાડાની સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરાયેલ રિમાન્ડ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેડ્ડી (જે કથિત રીતે જગન મોહન રેડ્ડીના આઈટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા) અન્ય વ્યક્તિઓ સાથે મળીને લોકપ્રિય દારૂની બ્રાન્ડને બંધ કરવા અને 'બ્લુ-આઈડ બ્રાન્ડ્સ' (મનપસંદ બ્રાન્ડ્સ)ને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું હતું. SIT અનુસાર, દર મહિને 60 કરોડ રૂપિયા સુધીની લાંચ કથિત રીતે લેવામાં આવી હતી. રિપોર્ટમાં અન્ય વ્યક્તિઓના નામ પણ સામેલ છે. જેમાં નિવૃત્ત IAS અધિકારી ધનંજય રેડ્ડીનો સમાવેશ થાય છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
