<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

આસામના મુખ્યમંત્રીએ બિલાવલ ભુટ્ટોને આપ્યો જડબાતોડ જવાબ

'ભારતને બદલો લેતા કોઈ રોકી શકશે નહીં': હિંમત બિસ્‍વા સરમાનો હૂંકાર

ગુવાહાટીઃ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોને યોગ્ય જવાબ આપતા કહ્યું છે કે પાકિસ્તાનનો વિશ્વાસઘાતનો લાંબો અને લોહિયાળ ઇતિહાસ છે. હિમંતા બિસ્વા સરમાએ બિલાવલ ભુટ્ટો ઝરદારીની ભારત વિરોધી ટિપ્પણીઓની નિંદા કરી અને કહ્યું કે “પહલગામ આતંકવાદી હુમલાનો નિર્ણાયક બદલો લેતા ભારતને કોઈ રોકી શકશે નહીં.” રાષ્ટ્રીય સુરક્ષા પર ભારતના વલણને પુનરાવર્તિત કરતા સરમાએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત આતંકવાદનો શિકાર કરશે અને વિશ્વમાં જ્યાં પણ તે હશે ત્યાં તેનો નાશ કરશે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.”

સિંધુ જળ સંધિમાંથી ખસી ગયા બાદ બિલાવલ ભુટ્ટો ભારત વિરુદ્ધ બોલતા હોય તેવો વીડિયો ક્લિપ શેર કરતા સરમાએ ટ્વિટર પર કહ્યું, “પાકિસ્તાની રાજ્યનો વિશ્વાસઘાતનો લાંબો અને લોહિયાળ ઇતિહાસ રહ્યો છે. તેણે બિલાવલ ભુટ્ટોના દાદા અને માતાના જીવ લીધા. આજે એક અયોગ્ય પુત્ર એવી રીતે બોલી રહ્યો છે જે તેમના બલિદાનનો પણ અનાદર કરે છે. હું તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, કારણ કે તેમણે (ઝરદારીએ) જે રસ્તો પસંદ કર્યો છે તે ફક્ત અપમાન તરફ દોરી જશે.”

(4:10 PM IST)