<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

જાપાનમાં ચોંકાવનારો કિસ્સોઃ અંતિમ સંસ્કારનો ખર્ચ ન ઉઠાવવો પડે તે માટે, પિતાના મૃતદેહને 2 વર્ષ સુધી અલમારીમાં રાખી મુકયો

પોલીસે જ્યારે આરોપીના ઘરની તલાશી લીધી તો તેના કબાટમાંથી પિતાનું હાડપિંજર મળી આવ્યુઃ પોલીસે આરોપી કરી ધરપકડ

નવી દિલ્‍હીઃ જાપાનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અંતિમ સંસ્કારના ખર્ચથી બચવા માટે એક વ્યક્તિએ તેના પિતાના મૃતદેહને 2 વર્ષ સુધી અલમારીમાં રાખ્યો હતો. પોલીસે જ્યારે આરોપીના ઘરની તલાશી લીધી તો તેના કબાટમાંથી પિતાનું હાડપિંજર મળી આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને મામલાના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ જાપાનમાં એક વ્યક્તિએ તેના પિતાના મૃતદેહને 2 વર્ષ સુધી ઘરમાં જ એક કબાટમાં છુપાવીને રાખ્યો હતો જેથી તેને અંતિમ સંસ્કારનો ખર્ચ ઉઠાવવો ન પડે. હવે મામલો સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, નોબુહિકો સુઝુક ટોક્યોમાં એક ચાઈનીઝ રેસ્ટોરન્ટ ધરાવે છે. નોબુહિકોની રેસ્ટોરન્ટ છેલ્લા અઠવાડિયાથી બંધ હતી અને તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ નોબુહિકોના ઘરે પહોંચી ત્યારે અલમારીની અંદર તેના પિતાનું હાડપિંજર જોઈને તેઓ ચોંકી ગયા હતા.

(4:37 PM IST)