<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા TTPના 41 આતંકવાદીને કર્યાં ઠાર

ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાના બિબાક ઘર વિસ્તાર પાસે સશસ્ત્ર લડવૈયાઓ છુપાયેલા હતા ત્યારે સુરક્ષા દળો સાથે અથડામણ થઈ :મોટાભાગના અફઘાન નાગરિકો હતા

અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જૂથના ઓછામાં ઓછા 41 આતંકવાદીઓ એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાના બિબાક ઘર વિસ્તાર પાસે સશસ્ત્ર લડવૈયાઓ છુપાયેલા હતા ત્યારે તેમની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી.

 મોટાભાગના અફઘાન નાગરિકો હતા,અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર પછી, સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને મારવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની સ્થાપના ડિસેમ્બર 2007 માં પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન સરકાર સામે લડવાનો અને દેશમાં શરિયા કાયદો લાગુ કરવાનો છે. TTPના મૂળ અફઘાનિસ્તાનના તાલિબાન ચળવળમાં છે, પરંતુ આ સંગઠન સ્વતંત્ર રીતે પાકિસ્તાનમાં સક્રિય રહ્યું છે.

તેની સ્થાપના દક્ષિણ વઝીરિસ્તાનના પ્રભાવશાળી નેતા બૈતુલ્લાહ મહેસુદે કરી હતી. આ સંગઠન અનેક નાના અને મોટા જૂથોનું ગઠબંધન છે, જેમાંથી ઘણા જૂથો અલ કાયદા અને અફઘાન તાલિબાન સાથે વૈચારિક અને વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે.

 


 

(8:03 PM IST)