હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહિલાને ₹1100 નો સૂટ ઓનલાઈન ખરીદવો ભારે પડ્યો : સ્કેમર્સે લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો
ફેસબુક પર ડિઝાઇનર સૂટની ઓનલાઈન ખરીદી મહિલા માટે મોંઘી સાબિત થઈ : સાયબર અપરાધીઓએ અલગ અલગ રીતે ₹1,91,935 ની છેતરપિંડી કરી

ફરીદાબાદ : ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ દરરોજ વધી રહી છે. સાયબર અપરાધીઓ લોકોને લૂંટવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે. બલ્લભગઢ, ફરીદાબાદમાં આવી જ એક ઘટનામાં ફેસબુક પર ડિઝાઇનર મશીન સૂટની ઓનલાઈન ખરીદી એક મહિલા માટે મોંઘી સાબિત થઈ. એક રિપોર્ટ અનુસાર ₹1100 ના સૂટના બદલે સાયબર અપરાધીઓએ મહિલા પાસેથી ₹1,91,935 ની છેતરપિંડી કરી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
રિપોર્ટ અનુસાર સેક્ટર-9 માં રહેતી રીતુ મદને જણાવ્યું કે 11 એપ્રિલના રોજ તેમણે ફેસબુક પર ડિઝાઇનર મશીન સૂટની ઓનલાઈન ખરીદીની એક જાહેરાત જોઈ. જાહેરાતમાં એક વોટ્સએપ લિંક હતી, જેના પર તેમણે ક્લિક કર્યું. ત્યારબાદ તેઓ વોટ્સએપ પર ઓનલાઈન ખરીદી માટે વાતચીત કરવા લાગ્યા.
વાતચીત દરમિયાન તેણે નામ અને સરનામું પૂછ્યું અને ₹1100 ના સૂટનો સ્ક્રીનશોટ મોકલ્યો. પછી તેણે જેસ્મીન કૌર બ્યુટીને પૈસા મોકલવા માટે બારકોડ મોકલ્યો અને કહ્યું કે કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ નથી, તેથી પૈસા ઓનલાઈન મોકલવા પડશે.
મહિલાએ એસબીઆઈના ખાતામાંથી ₹1100 મોકલી દીધા. 12 એપ્રિલના રોજ તેને વોટ્સએપ પર કોલ આવ્યો, જેમાં ડિલિવરી બોય હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું કે સૂટ ઓર્ડરને વેરિફાય કરવા માટે ₹999 આપવા પડશે. ત્યારબાદ સાયબર ઠગોએ મહિલાને પોતાના જાળમાં ફસાવી અને અલગ અલગ રીતે તેની પાસેથી ₹1,91,935 ની છેતરપિંડી કરી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
