હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોલ ગર્લ સાથે સંબંધ બનાવતી વખતે યુવાન બેભાન બન્યો
કોલ ગર્લ સાથે સંબંધ બાંધવાનું એક યુવાનને ભારે પડ્યું અને વાત છેક તેના જીવ સુધી આવી પહોંચી હતી. છોકરી એઈડ્સથી પીડિત હતી

મેરઠ તા.૨૮: કોલ ગર્લ સાથે સંબંધ બાંધવાનું એક યુવાનને ખૂબ ભારે પડ્યું અને વાત તેના જીવ સુધી આવી ગઈ હતી. હકીકતમાં, સેક્સ કર્યા પછી, કોલ ગર્લે યુવકને કંઈક એવું કહ્યું જેનાથી તે ચોંકી ગયો અને તે હોટલથી સીધો હોસ્પિટલ ગયો. હોસ્પિટલમાં પહોંચ્યા પછી, યુવાનને બીજો આંચકો લાગ્યો જ્યારે ડોક્ટરે તેને સારવાર માટે મેરઠ જવાની સલાહ આપી.
યુપીના બુલંદશહેરમાં રહેતાં ૨૬ વર્ષીય યુવાને જણાવ્યું કે તેણે ૨૦૦૦માં એક કોલગર્લ સાથે સોદો કર્યો હતો અને ત્યાર બાદ હોટલમાં કોન્ડોમ વગર તેની સાથે ફિઝિકલ રિલેશન બાંધ્યો પરંતુ તેને ખબર નહોતી કે છોકરી એઈડ્સથી પીડિત હતી અને સેક્સ બાદ કોલગર્લે જ્યારે યુવાનને કહ્યું કે તે એચઆઈવી પીડિત છે ત્યારે તેને મોટો આંચકો લાગ્યો હતો.
એઇડ્સ વિશે સાંભળીને તે યુવાન ખૂબ જ પરેશાન થઈ ગયો. ત્યાંથી તે રડતો રડતો જિલ્લા હોસ્પિટલની ઓપીડી પહોંચ્યો. ત્યાં તેણે રડતા રડતા પોતાની કરુણતા વર્ણવી. ડોક્ટર અને સ્ટાફે તેમને શાંત પાડ્યા અને તાત્કાલિક મેરઠ મેડિકલ કોલેજ સ્થિત ART (એન્ટિરેટ્રોવાયરલ થેરાપી) સેન્ટરમાં જવાની સલાહ આપી. જ્યાં HIV/AIDS થી પીડિત લોકો માટે વધુ સારી સારવાર ઉપલબ્ધ હોય. તેમણે કહ્યું કે HIV ને નિયંત્રિત કરવા માટે, ટેસ્ટની સાથે કેટલીક દવાઓ પણ આપી. એઆરટી સેન્ટરના સ્ટાફે કહ્યું કે પરીક્ષણ વિના દવા આપી શકાતી નથી. મેરઠ મેડિકલ કોલેજના એઆરટી સેન્ટરના સિનિયર ડોક્ટર ગરિમા પાંડેની તપાસ રિપોર્ટ અથવા પરવાનગી પછી જ સારવાર કરવામાં આવે છે. સીએમએસ ડો. પ્રદીપ રાણાએ કહ્યુ કે યુવક મારા સુધી પહોંચ્યો પણ નથી. તે ઓપીડીમાં આવ્યો હશે.
આ ઘટનામાં એવું પણ સામે આવ્યું છે કે કોલગર્લે યુવાનને કોન્ડોમ સાથે સંબંધ બાંધવાનું વારંવાર કહ્યું હતું પરંતુ યુવાને ના પાડી, કારણ કે તેને કોન્ડોમ વગર સંબંધની મજા લેવી હતી પરંતુ યુવાન માન્યો નહોતો અને તેણે કોન્ડોમ વગર જ સંબંધ બાંધ્યો, જે પછી કોલગર્લે તેને એઈડ્સથી પીડિત હોવાનું કહ્યું અને ત્યારે યુવાનના બાર વાગી ગયા હતા. હાલમાં તેની સારવાર ચાલી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
