<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પાકિસ્‍તાને હરકત-એ-તાલિબાન પાકિસ્‍તાન (TTP)ના ઓછામાં ઓછા ૪૧ આતંકવાદીઓને ઠાર માર્યા

આતંકવાદીઓ અફઘાનિસ્‍તાનથી પાકિસ્‍તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્‍યારે એન્‍કાઉન્‍ટર

ઇસ્‍લામાબાદ,તા.૨૮: અફઘાનિસ્‍તાનથી પાકિસ્‍તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન (TTP) ના ઓછામાં ઓછા ૪૧ આતંકવાદીઓ એક એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયા છે. માહિતી અનુસાર, આતંકવાદીઓ અફઘાનિસ્‍તાનથી પાકિસ્‍તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્‍યારે એન્‍કાઉન્‍ટર શરૂ થયું હતું.

આ સંદર્ભમાં, અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન જૂથના ઓછામાં ઓછા ૪૧ આતંકવાદીઓ એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયા છે. અધિકારીએ જણાવ્‍યું કે, શુક્રવારે રાત્રે થયેલા એન્‍કાઉન્‍ટર દરમિયાન, સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્‍તાન આદિવાસી જિલ્લાના બિબાક ઘર વિસ્‍તાર પાસે છુપાયેલા આતંકવાદીઓ પર હુમલો કર્યો.

અધિકારીએ જણાવ્‍યું હતું કે, તેમાંના મોટાભાગના અફઘાન નાગરિકો હતા. અધિકારીએ જણાવ્‍યું કે, એન્‍કાઉન્‍ટર પછી, સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ખતમ કરવા માટે વિસ્‍તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સમાચાર લખાય છે ત્‍યાં સુધી, પાકિસ્‍તાન-અફઘાન સરહદ પર લડાઈ અંગે સેનાની મીડિયા શાખા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્‍યું ન હતું.

તમને જણાવી દઈએ કે ૨૦૦૭ માં રચાયેલ, TTP ને પાકિસ્‍તાનમાં સ્‍વતંત્ર રીતે કાર્યરત વિવિધ કટ્ટરપંથી જૂથોનું એક છત્ર સંગઠન માનવામાં આવે છે. આ જૂથ હાલમાં અફઘાનિસ્‍તાન-પાકિસ્‍તાન સરહદ પર સક્રિય છે, જેમાં ૩૦,૦૦૦ થી વધુ સભ્‍યો છે. ટીટીપીએ પાકિસ્‍તાનમાં ઘણા ભયાનક હુમલા કર્યા છે. જેમ કે ચર્ચ અને શાળાઓ પર હુમલા અને ૨૦૧૨માં મલાલા યુસુફઝાઈ પર ગોળીબાર.

(11:10 AM IST)