<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

૨ લાખ ડોલરથી ઓછું કમાનાર લોકો માટે ટ્રમ્‍પ આવકવેરો નાબૂદ કરશે ?

 

વોશિંગ્‍ટન, તા.૨૮: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેમના વ્‍યાપક ટેરિફને કારણે અમેરિકનો પર વધી રહેલા આર્થિક બોજને હળવો કરવાના પ્રયાસરૂપે એક નવી દરખાસ્‍ત રજૂ કરી છે. તેમણે સૂચન કર્યું છે કે ટેરિફની આવકનો ઉપયોગ દર વર્ષે ૨૦૦,૦૦૦ ડોલરથી ઓછી કમાણી કરનારા લોકો માટે આવકવેરો ઘટાડવા માટે થઈ શકે છે, અને કદાચ તેને સંપૂર્ણપણે નાબૂદ પણ કરી શકાય છે.ટ્રમ્‍પે તેમના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઁટ્રુથ સોશિયલઁ પર આ અંગે નિવેદન આપ્‍યું હતું. તેમણે અગાઉ પણ દલીલ કરી હતી કે ટેરિફ દ્વારા એકત્રિત કરવામાં આવેલો નાણાંનો ઉપયોગ આવકવેરાની જગ્‍યાએ થઈ શકે છે. જો કે, ઘણા અર્થશાષાીઓએ આ દાવાઓ સામે ગંભીર પ્રશ્‍નો ઉઠાવ્‍યા છે, કારણ કે ટેરિફથી થનારી આવક એટલી મોટી નથી હોતી કે તે સમગ્ર આવકવેરા પ્રણાલીને બદલી શકે.ટ્રમ્‍પના આ ટેરિફના વલણને કારણે બજારોમાં અસ્‍થિરતા જોવા મળી રહી છે, અને અમેરિકન ગ્રાહકો માટે ચીજવસ્‍તુઓના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક નિષ્‍ણાતોએ તો મંદીની પણ ચેતવણી આપી છે. આ ઉપરાંત, યુએસની એક સલામત આર્થિક ગંતવ્‍ય તરીકેની સ્‍થિતિ અંગે પણ ચિંતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે

(1:21 PM IST)