<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ભારતના ડરથી પાકિસ્‍તાની સેના ફફડીઃ સૈનિકોના ટપોટપ રાજીનામા

પહેલગામ આતંકી હુમલા બાદ લીક થયેલ ડોક્‍યુમેન્‍ટથી ખુલાસો

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાની સેનામાં ગંભીર કટોકટીના સંકેતો દેખાઈ રહ્યા છે. પાકિસ્‍તાનના પહેલગામ વિસ્‍તારમાં મુજાહિદ્દીન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઘટના બાદ પાકિસ્‍તાનની સેનાના જવાનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આના કારણે ભારત સાથે સંભવિત યુદ્ધનો ભય વધુ ઘેરો બનવા લાગ્‍યો છે. આના કારણે પાકિસ્‍તાની સેનામાં ટોપ ટપ રાજીનામા પડ્‍યા છે.

પાકિસ્‍તાન આર્મીના જનરલ હેડક્‍વાર્ટર, રાવલપિંડી તરફથી જારી કરાયેલ એક ગુપ્ત એડવાઈઝરી લીક થઈ છે. જેમાં (એડવાઈઝરી નંબરઃ ISPR/OPS/2025/04/028) માં સ્‍પષ્ટપણે સ્‍વીકારવામાં આવ્‍યું છે કે પહેલગામ ઘટના બાદ પાકિસ્‍તાનની સેનાના કર્મચારીઓમાં ભય ફેલાયો છે અને મોટા પાયે રાજીનામા પડી રહ્યા છે અને રાજીનામાની વિનંતીઓ આવી રહી છે.  મેજર જનરલ ફૈઝલ મહમૂદ મલિક, HI(M), DG ISPR દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી(એડવાઈઝરી)માં સેનાના તમામ રેન્‍ક અને તેના જવાનોને સંબોધિત છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે આ પરિસ્‍થિતિ ખોટી માહિતીને કારણે થઈ છે જેનો હેતુ સૈન્‍યના મનોબળ, એકતા અને ઈમાન (વિશ્વાસ) ને નબળો પાડવાનો છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા સંભવિત કડક કાર્યવાહીને કારણે પાકિસ્‍તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. અહેવાલો અનુસાર, ભારતીય સેનાના બદલાના ડરથી લગભગ ૧૨૦૦ પાકિસ્‍તાની સૈનિકોએ રાજીનામું આપી દીધું છે.

પાકિસ્‍તાની સેનામાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે અને સેનાનું મનોબળ સતત ઘટી રહ્યું છે. સુરક્ષા વિશ્‍લેષકો કહે છે કે ભારતના કડક પગલાંથી પાકિસ્‍તાનમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. અહીં ભારતે સરહદ પર સતર્કતા વધારી દીધી છે અને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. જવાનોને યાદ અપાવવામાં આવે છે કે મુજાહિદ તરીકે તેમની ફરજ રાષ્‍ટ્રનું રક્ષણ કરવાની છે, જે એક પવિત્ર જવાબદારી છે. તેમને ડરનો સામનો કરવા અને મજબૂત રહેવાનું કહેવામાં આવ્‍યું છે.

એડવાઈઝરીમાં ભાર મૂકવામાં આવ્‍યો છે કે સેનાએ કોઈપણ પરિસ્‍થિતિમાં યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. શ્નઓપરેશન સ્‍વિફ્‌ટ રિટોર્ટઙ્ખ જેવી કાર્યવાહીનો ઉલ્લેખ કરીને, કમાન્‍ડિંગ અધિકારીઓને સૈનિકોનું મનોબળ વધારવા માટે દરબાર (બેઠકો) યોજવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો છે. સૈનિકોને શહીદોના વારસાના વારસદાર તરીકે વર્ણવીને એકતા જાળવવા હાકલ કરવામાં આવી છે. તેમને શ્નઅર્ધચંદ્રાકાર અને નક્ષત્રઙ્ખ ના પ્રતીક હેઠળ એકતામાં રહેવાનો સંદેશ આપવામાં આવ્‍યો છે.

આ સલાહ મેજર જનરલ ફૈઝલ મહમૂદ મલિકના હસ્‍તાક્ષર સાથે સમાપ્ત થાય છે. આ દસ્‍તાવેજ દર્શાવે છે કે સેનાના ઉચ્‍ચ અધિકારીઓ પરિસ્‍થિતિની ગંભીરતાથી સંપૂર્ણપણે વાકેફ છે અને સૈનિકોમાં ફેલાતા અસંતોષને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે.

આ પહેલી વાર નથી જ્‍યારે પાકિસ્‍તાની સેનાને આવા આંતરિક સંકટનો સામનો કરવો પડ્‍યો હોય. પાછલા વર્ષોમાં, બલુચિસ્‍તાન અને ઉત્તર પヘમિ સરહદી પ્રાંતમાં અલગતાવાદી હિંસાનો સામનો કરતી વખતે સૈનિકોના મનોબળ પર પણ અસર પડી હતી. પરંતુ આ વખતે મામલો વધુ ગંભીર બની ગયો છે કારણ કે તે ભારત સાથે યુદ્ધની શકયતા સાથે જોડાયેલો છે.

આ એડવાઈઝરીને લઈને પાકિસ્‍તાનના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. વિપક્ષી નેતાઓએ સરકાર અને સેનાના નેતળત્‍વ પર સવાલો ઉઠાવ્‍યા છે અને કહ્યું છે કે જ્‍યારે સૈનિકોનું મનોબળ નીચું હશે તો દેશની સુરક્ષા કેવી રીતે સુનિヘતિ થશે? ઘણા વિશ્‍લેષકોએ ચેતવણી આપી છે કે જો રાજીનામા અને ત્‍યાગના વલણને તાત્‍કાલિક રોકવામાં નહીં આવે તો સૈન્‍યની લડાઈ ક્ષમતા પર ગંભીર અસર પડી શકે છે.

(4:34 PM IST)