<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પહેલગામ હુમલા બાદ પાકિસ્‍તાન ડરી ગયું ! ઇશાક દારે ચીન સહિત ઘણા દેશો સાથે વાત કરી

કરાંચી, તા.૨૮: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્‍તાન ડરી ગયું છે. તે હવે અન્‍ય દેશો પાસેથી મદદ માંગી રહ્યો છે. પાકિસ્‍તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ચીન અને બ્રિટન સહિત ઘણા દેશો સાથે વાત કરી છે. તેમણે આ કોલ પર ચીનના વાંગ યી સાથે વાત કરી છે. આ ઉપરાંત તુર્કી, સાઉદી અરેબિયા, ઈરાન અને અઝરબૈજાન સાથે પણ વાતચીત થઈ છે.(૨૩.૨૩)

(3:13 PM IST)