<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પાકિસ્તાનની મોટી ખબર : સ્કર્દુ એરબેઝ એક્ટિવ કરાયો : ફાઇટર જેટ્સ તૈનાત : ભારત તરફથી એરસ્ટ્રાઇકનો ડર

ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને દક્ષિણ સેક્ટરમાં ફાઇટર જેટ્સ તૈનાત કર્યા : સરહદી વિસ્તારોમાં સૈનિકોની હિલચાલ વધી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતથી ખરાબ રીતે ડરેલા પાકિસ્તાનને ભીતિ છે કે ક્યાંક ભારત તેની વિરુદ્ધ એરસ્ટ્રાઇક ન કરે. આ વાતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને સ્કર્દુ એરબેઝને એક્ટિવ કરી દીધો છે અને તેના લડાકુ વિમાનો ઘણી નીચી ઊંચાઈએ ઉડતા જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાને દક્ષિણ સેક્ટરમાં ફાઇટર જેટ્સની તૈનાતી કરી છે. પાકિસ્તાને ચીનના J-10, JF-17, F-16 ફાઇટર જેટ્સને દક્ષિણ સેક્ટરમાં તૈનાત કર્યા છે. પાકિસ્તાનને પોતાના માટે લાઇફલાઇન ગણાતા કરાચી પોર્ટ પર હુમલાનો ડર સતાવી રહ્યો છે.
હિન્દુસ્તાનની હિલચાલથી પાકિસ્તાની ફોજ પણ ડરી ગઈ છે. પાકિસ્તાને સરહદી વિસ્તાર તરફ ફોજના ટ્રક મોકલ્યા છે. સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોની હિલચાલ વધી ગઈ છે. પાકિસ્તાની સૈનિકો અને હથિયારોના જથ્થાને સરહદ તરફ રવાના કરવામાં આવ્યા છે. પાકિસ્તાની ફોજને ભારતીય સેનાની કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે.

 

(4:08 PM IST)