<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પહેલગામ હુમલાના વિરોધમાં દુનિયાના કેટલાયે શહેરમાં પ્રદર્શન

પાકિસ્‍તાનને આતંકી દેશ જાહેર કરવા માંગણી

લંડનઃ લંડનમાં ભારતીય હાઇકમિશન ની બહાર ભારત અને પાકિસ્‍તાનના સમર્થકોએ પ્રદર્શન કર્યું. ભારતીઓએ પહેલગામ આતંકી હુમલાને લઇને શુક્રવારે પાક દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યુ હતું. તેના જવાબમાં પાકિસ્‍તાનઓ ભારતીય હાઇ કમિશનની બહાર પહોંચી ગયા હતા.

માહિતી મળતા જ ભારતીયોએ પણ ત્‍યાં પહોંચીને શાંતિપુર્ણ પ્રદર્શન કર્યુ. એક ભારતીય પ્રવાસીએ જણાવ્‍યું, ‘‘ પાકિસ્‍તાનઓએ ભારતીય હાઇકમીશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું અમે તેમના વિરોધનો મુકાબલો કરવા એકશ્‍ન બનીને અહી ઉભા છીએ. અમે બધા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહયા છીએ.''

ભારતીય સમુદાયના એક અન્‍ય સભ્‍યે કહયું કે, ‘‘ કેટલાક અસામાજીક તત્‍વો દ્વારા ભારતીય હાઇકમિશનની બહાર પ્રદર્શનની જાહેરાત પછી ભારતીયોએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો. અમને આશા છે કે ભારત સરકાર પાકિસ્‍તાનને તેને સમજાય તેવી ભાષામાં જવાબ આપશે.''

પહલગામ આતંકી હુમલાના પીડિતો સાથે એકજૂથતા પ્રદર્શિત કરવા માટે દુનિયા કેટલાયે શહેરોમાં પ્રદર્શનો કરાયા,ફ્રાંસમાં ભારતીય પ્રવાસીઓએ રવિવારે એફિલ ટાવર પાસે પ્‍લેસડ્‍ ટ્રોકાડેરામાં પ્રદર્શન કર્યુ. હાથોમાં બેનર લઇને ભારતીય સમુદાયના સભ્‍યોએ તિરંગો લહેરાવતા આતંકવાદ વિરૂધ્‍ધી સંદેશ આપ્‍યો.

પ્રદર્શનકારીઓએ આતંકી ગતિવિધીઓને આશરો આપવા અને તેનું સમર્થન કરવા માટે પાકિસ્‍તાનને દોષિત ઠેરવીને તેના પર સખત કાર્યવાહીની માંગણી કરી, પ્રદર્શનકારીઓએ ફ્રાંસ, યુરોપિયન યુનીયન અને સંયુકત રાષ્‍ટ્રને આતંકવાદને સહાયતા અને પ્રોત્‍સાહન આપનારા દેશો વિરૂધ્‍ધ કડક પગલા લેવા આગ્રહ કર્યો હતો.

આવી જ રીતે પ્રવાસી ભારતીયોએ રવિવારે ફ્રેંકફર્ટમાં એક રેલી યોજી હતી. તો કેનેડામાં ટોરટોમાં લોકોએ કેન્‍ડલ માર્ચ કાઢીને પહેલગામમાં હિંદુઓના નરસંહારની નિંદા કરી હતી.

હિંદુ ફોરમ કેનેડા અનેકેટલાક અન્‍ય કેટલા હિંદુ સંગઠનો દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં શનિવારે પ૦૦ થી વધારે હિંદુઓ યહૂદીઓ, બલુચો, ઇરાની અને અન્‍ય કેનેડીયન લોકો જોડાયા હતા, અમેરિકાના હયુસ્‍ટનમાં પણ પહલગામ હુમલાના મૃતકોને શ્રધ્‍ધાંજલિ આપવા સેંકડો લોકો એકત્ર થયા હતા તો ન્‍યુર્યોકના કવીન્‍સમાં દાઉદી વોહરા સમુદાયના લોકો મૃતકોને શ્રધ્‍ધાંજલિ આપવા એકઠા થયા અને હુમલાની ટીકા કરી હતી. (

(4:15 PM IST)