<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

વાયુસેનાને બે મિનીટમાં તૈયાર રહેવાના આદેશ

પાકિસ્‍તાની સેના સરહદ નજીકના ગામોને ખાલી કરાવવા લાગી

જમ્‍મુઃ પાકિસ્‍તાની સેનાની સરહદ પર વધી રહેલી હિલચાલને ધ્‍યાનમાં રાખીને ભારતીયવાયુસેનાને બે મિનીટમાં  તૈયાર રહેવાનું કહેવામાં આવ્‍યું છે. રક્ષા સુત્રો અનુસાર, આવું પગલું બન્‍ને દેશો વચ્‍ચે શરૂ થયેલ વાકયુધ્‍ધ તથા સૈનિક તૈયારીઓને ધ્‍યાનમાં રાખીને લેવામાં આવ્‍યું છે. દરમ્‍યાન, સદરહુ પર પાકિસ્‍તાની તૈયારીઓને ધ્‍યાનમાં  રાખીને હાઇ એલર્ટ જાહેર કરાયું છેતો બન્‍ને પક્ષો વચ્‍ચે એલઓસીના ઘણાં સેકટરોમાં થઇ રહેલ બોંબમારો બંધ નથી થયો.

સેનાધિકારીઓએ એ વાતની પુષ્‍ટિ કરે છે કે પાક સેનાએ જમ્‍મુ કાશ્‍મીરની સરહદો પર પોતાના સૈનિકોની સંખ્‍યામાં વધારો કર્યો છે સાથે જ તે કથિત યુધ્‍ધની તૈયારીઓ કરી રહી છે. એટલા માટે મીલીટ્રી અને એરફોર્સને બે મિનીટમાં   તૈયાર રહેવાના આદેશો આપી દેવાયા છે. સેનાધિકારીઓએ કહયું કે સરહદ પર વધતા જોખમને ધ્‍યાનમાં રાખીને આમ કરવું જરૂરી છે કેમ કે દુશ્‍મન પર વિશ્વાસ ના કરી શકાય.

પાક સેના સરહદ પર પોતાના સૈનિકોની સંખ્‍યામાં વધારો કરી રહી છે તેમજ એલઓસીથી લઇને આંતરરાષ્‍ટ્રીય સરહદ પર ભારે હથિયારોને પણ ઝડપભેર તૈનાત કરી રહી છે. આ બધુ ધ્‍યાનમાં રાખીને ભારતીય સેના અને એરફોર્સને કોઇપણ જોખમ સામે નિપટવા માટે બે મિનિટની અંદર તૈયાર રહેવા માટે કહેવામાં આવ્‍યું છે.

રક્ષા સુત્રોએ જણાવ્‍યું કે પુંચ અને કાશ્‍મીરના કેટલાયે સેકેટરોમાં પાકિસ્‍તાનની બોબમારો હજુ પણ નથી રોકાયો પાક સેના દ્વારા કયાંક કયાંક ભારે હથિયારોનો ઉપયોગ કરાઇ રહયો છે. જયારે ભારતીય પક્ષ જવાબ દેવામાં સંયમ રાખી રહયો છે પાક સેના પોતાના કેટલાય ગામો ખાલી કરાવવા લાગી છે અને ભારતીય સેનાએ આ બાજુના ગામવાસીઓને માત્ર તૈયાર રહેવા કહયું છે.

(4:19 PM IST)