<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

રાજસ્થાનના ભીવાડીમાં મહિલાએ સંબંધ બનાવવાની ના પાડી દેતા પ્રેમીએ પહેલા તેની સાથે બળજબરીથી સંબંધ બનાવ્યો અને પછી છરીથી ગળું કાપીને તેની હત્યા કરી દીધી

પોલીસે સાયબર સેલની મદદથી શંકાસ્પદ મોબાઇલ નંબરોની કોલ ડિટેલ્સ તપાસતા ભીવાડી પોલીસ આરોપી પ્રેમચંદ સુધી પહોંચી અને પોલીસે તેની નુહથી ધરપકડ કરી

નવી દિલ્હી તા.૨૮ :  રાજસ્થાનના ભીવાડીમાં પોલીસે એક મહિલાની હત્યાનો ખુલાસો કર્યો છે અને મેવાતના નુહથી તેના પ્રેમીની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે મહિલા તેના પ્રેમી પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. જ્યારે પ્રેમીએ તેને મળવા માટે બોલાવી ત્યારે તે 6 કલાક મોડી આવી. આ પછી જ્યારે પ્રેમીએ તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેને સંબંધ બનાવવાની ના પાડી દીધો હતો. ત્યાર બાદ પ્રેમીએ પહેલા તેની સાથે બળજબરીથી સંબંધ બનાવ્યો હતો અને પછી છરીથી ગળું કાપીને તેની હત્યા કરી દીધી હતી.

મેળામાં થયો હતો પ્રેમ

બંને 8 મહિના પહેલા એક મેળામાં મળ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આરોપી પહેલાથી જ પરિણીત હતો અને ત્રણ બાળકોનો પિતા હતો. મહિલાએ આખા પરિવારથી એક ફોન છુપાવીને રાખ્યો હતો, જેના દ્વારા તે આરોપી સાથે વાત કરતી હતી. મહિલાની હત્યા બાદ પોલીસે તે ફોન કબજે કર્યો હતો અને તેની મદદથી પોલીસે આ હત્યાનું રહસ્ય ઉકેલી નાખ્યું હતું.

તિજારાના ડેપ્યુટી એસપી શિવરાજ સિંહે જણાવ્યું હતું કે 19 એપ્રિલે મિલ્કપુરી પુલ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના ગળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલાના નિશાન મળી આવ્યા હતા. મહિલાની ઓળખ 32 વર્ષીય જ્યોતિ તરીકે થઈ હતી, જે જારાની રહેવાસી હતી. પોલીસે હત્યાના આરોપસર નુહ મેવાતના છાપરા ગામના રહેવાસી 35 વર્ષીય પ્રેમચંદ ઉર્ફે કાલુની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મૃતકનું નામ જ્યોતિ હતું અને તે તિજારાના રહેવાસી મનોજની પત્ની હતી. પોલીસે સાયબર સેલની મદદથી શંકાસ્પદ મોબાઇલ નંબરોની કોલ ડિટેલ્સ તપાસી હતી. તપાસ દરમિયાન, ભીવાડી પોલીસ આરોપી પ્રેમચંદ સુધી પહોંચી. પોલીસે તેની નુહથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જ્યોતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

(4:31 PM IST)