તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ATM માંથી મળશે ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો
રિઝર્વ બેંકે ATMમાં ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો વધારવાના નિર્દેશ આપ્યા :રિઝર્વ બેંકે બેંકોને સૂચનાઓ આપી છેઃ રિઝર્વ બેંક ઇચ્છે છે કે એટીએમમાં મોટાભાગે ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો હોય ૨૦૨૫ સુધીમાં ૭૫ ટકા ATM અને ૨૦૨૬ સુધીમાં ૯૦ ટકા ATM માં નાની નોટો હોવી જોઈએઃ ૧ મેથી ATM માંથી પૈસા ઉપાડવા પર નવો ચાર્જ લાગુ થશે, વધારીને ૨૩ રૂપિયા કરવામાં આવ્યો

નવી દિલ્હી તા.ર૯: જો તમે ATM માંથી ૧૦૦ કે ૨૦૦ રૂપિયાની નોટ ન મળવાથી ચિંતિત છો, તો આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે. રિઝર્વ બેંકે આ સંદર્ભમાં તમામ બેંકોને માર્ગદર્શિકા આપી છે. રિઝર્વ બેંકે બેંકોને એટીએમમાં શકય તેટલી વધુ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો રાખવા કહ્યું છે જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હાલમાં, મોટાભાગે ATM માંથી ૫૦૦ રૂપિયાની નોટો નીકળે છે. આવી સ્થિતિમાં, જે લોકોને ૧૦૦ કે ૨૦૦ રૂપિયાની નોટની જરૂર હોય છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રિઝર્વ બેંક ઇચ્છે છે કે એટીએમમાં વધુને વધુ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટો ઉપલબ્ધ થાય. આ માટે, રિઝર્વ બેંકે તમામ બેંકો અને વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોને જરૂરી સૂચનાઓ આપી છે. રિઝર્વ બેંકે આ માટે એક સમયમર્યાદા પણ નક્કી કરી છે.
રિઝર્વ બેંકે શું કહ્યું?
રિઝર્વ બેંકનું કહેવું છે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૭૫ ટકા ATM માં આ નોટો ઓછામાં ઓછી એક કેસેટમાં હાજર હોવી જોઈએ. મતલબ કે, આ નોટો મોટાભાગના ATM માં ઉપલબ્ધ હશે. પછી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં, આ ૯૦્રુ એટીએમમાં ઉપલબ્ધ થઈ જશે. આના કારણે લોકોને નાની નોટોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
૧ મેથી રોકડ ઉપાડવી મોંઘી થશે
જો તમે ATM માંથી વધુ પૈસા ઉપાડો છો, તો આ આદત તમને મોંઘી પડી શકે છે. ૧ મેથી ATM માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ૧ મેથી, તમારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે.
દરેક બેંકની મફત મર્યાદા નિヘતિ હોય છે. જો તમે નિર્ધારિત મર્યાદા કરતા વધુ રકમ ATM માંથી ઉપાડશો તો તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. ૧ મે પછી, ફ્રી લિમિટ પછીના દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન ૨૩ રૂપિયાનો ચાર્જ લાગશે. અત્યાર સુધી આ ફી ૨૧ રૂપિયા હતી. (૩પ.૧૧)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
