તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
ઢોર ચરાવતા યુવકે UPSC પાસ કરીઃ આખા ગામમાં તહેવાર જેવો માહોલ
ભાઈ ભાઈ આને કહેવાય સફળતા

મુંબઈ,તા.૨૯: યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા ૨૦૨૪ના રિઝલ્ટે કેટલાય ઉમેદવારોના સપના સાકાર કરી દીધા. તેમાંનો એક યુવાન છે મહારાષ્ટ્રના અમાગે ગામના રહેવાસી. આ યુવક છે બીરપ્પા ડોણી જેણે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ યુવકે યૂપીએસસી પરીક્ષામાં ૫૫૧મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સમાચાર સાંભળી તેના પરિવારમાં તો ઠીક પણ આખા સમુદાયમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
બીરપ્પા મહારાષ્ટ્ર અને કર્ણાટકના ડોણી સમુદાયમાંથી આવે છે. પરંપરાગત રીતે તેઓ ઢોર ચરાવવાનું કામ કરે છે. ૨૨ એપ્રિલના રોજ યૂપીએસસીનું રિઝલ્ટ આવ્યું હતું. યૂપીએસસીનું રિઝલ્ટ આવતા જ તેમના ગામમાં જાણે તહેવાર જેવો માહોલ બની ગયો. ગામના લોકોએ જગ્યાએ બધા દોડતા દોડતા આવ્યા, જ્યાં આ છોકરો દરરોજ ઢોર ચરાવતો હતો. ત્યાં ફુલોની માળાથી બીરપ્પાનું સ્વાગત કર્યું અને પરંપરાગત ગીતોથી સ્વાગત કર્યું.
બીરપ્પાનું સપનું સેનામાં અધિકારી બનવાનું હતું. જેમ કે તેમના મોટા ભાઈ ભારતીય સેનામાં છે. બીરપ્પાએ બીટેક બાદ ઈન્ડિયા પોસ્ટમાં નોકરી શરૂ કરી, પણ તેમનું દિલ તો હંમેશા મોટા સપના તરફ હતું. ત્યારબાદ તેમણે ઈન્ડિયા પોસ્ટની નોકરી છોડી દીધી અને યૂપીએસસીની તૈયારીમાં લાગી ગયા. બીરપ્પાના પિતા સિદ્ધપ્પા ડોણીએ કહ્યું કે, તેમને આ પરીક્ષા વિશે વધારે જાણકારી નથી. પણ મને વિશ્વાસ હતો કે મારો દીકરો કંઈક મોટું કરશે.
ઈન્ડિયા પોસ્ટની નોકરી છોડ્યા બાદ બીરપ્પાએ યૂપીએસસીની તૈયારી શરૂ કરી દીધી. પહેલા બે ટ્રાય આપી પણ સફળતા મળી નહીં, પણ તેમણે હાર માની નહીં. ત્રીજી ટ્રાયમાં તેમણે ૫૫૧મો રેન્ક પ્રાપ્ત કરી પરિવાર, ગામ અને આખા સમુદાયનું નામ રોશન કર્યું. તેમણે અરજીમાં આઈપીએસને પ્રાથમિકતા આપી હતી અને તેમને આશા છે કે પોલીસ સેવામાં તેમને સિલેક્ટ કરવામાં આવશે.
બીરપ્પાના પિતા સિદ્ધપ્પા ડોનીને ભલે યૂપીએસસી વિશે વધારે જાણકારી ન હોય, પણ તેમને દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તેઓ કહે છે કે, લોકો મને કહે છે કે, મારો દીકરો એક મોટો પોલીસ અધિકારી બનશે. તેણે મહેનત કરી છે અને મને વિશ્વાસ છે કે, તે ખુશ રહેશે. બીરપ્પાના કાકા યલ્લપ્પા ગડ્ડીએ પણ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે, આ સફળતા તેમના સમુદાયના યુવાનોને આગળ વધવાની પ્રેરણા આપશે.
બીરપ્પાની સફળતા ખાલી એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પણ આખા સમુદાય માટે એક પ્રેરણા છે. તેમના સંઘર્ષ અને સફળતાની કહાની બતાવે છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને મહેનત સાચી હોય તો કોઈ પણ પોતાના પનાને સાકાર કરી શકે છે. હવે બીરપ્પા ન ફક્ત અધિકારી બનવાની નજીક છે, પણ તેઓ પોતાના જેવા હજારો યુવાનો માટે આશાનું કિરણ પણ છે.(૪૦.૧૧)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
