<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કેનેડાની ચૂંટણીમાં કાંટાની ટક્કર : લિબરલ પાર્ટી આગળ : બહુમતી અંગે અસ્પષ્ટતા ( ન્યૂઝફર્સ્ટ)

NDP નેતા જગમીત સિંહે રાજીનામું આપ્યું : બહુમતી માટે ગઠબંધનની શક્યતાઓ વધી

ન્યૂઝફર્સ્ટ : કેનેડાની ફેડરલ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં લિબરલ પાર્ટી (LPC) અને કન્ઝર્વેટિવ પાર્ટી (CPC) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. લિબરલ પાર્ટી 42.8% મત સાથે 132 બેઠકો જીતી છે અને 30 બેઠકો પર આગળ છે. કન્ઝર્વેટિવ પાર્ટી 41.7% મત સાથે 117 બેઠકો જીતી છે અને 32 બેઠકો પર આગળ છે. બ્લોક ક્વિબેકોઇસ (BQ) 7.3% મત સાથે 20 બેઠકો જીતી છે અને 3 બેઠકો પર આગળ છે. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) 5.8% મત સાથે 3 બેઠકો જીતી છે અને 5 બેઠકો પર આગળ છે. ગ્રીન પાર્ટી ઓફ કેનેડા (GPC) 1.1% મત સાથે 1 બેઠક જીતી છે અને કોઈ બેઠક પર આગળ નથી.

ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે પાર્ટીના નબળા દેખાવને પગલે રાજીનામું આપી દીધું છે. જો NDP 12 બેઠકો જીતવામાં નિષ્ફળ જાય છે, તો તેઓ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવી શકે છે. હાલમાં, લિબરલ પાર્ટી બહુમતીથી થોડી દૂર છે, અને જો તેઓ સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો મેળવવામાં નિષ્ફળ જાય છે, તો તેઓએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવું પડી શકે છે. પરિણામો હજુ પણ બદલાઈ શકે છે કારણ કે કેટલીક બેઠકો પર મતોની ગણતરી હજુ પણ ચાલી રહી છે.

 

(10:53 AM IST)