<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

લંડનમાં ભીષણ આગ : ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં મોટો ધડાકો : માઈલો સુધી આકાશમાં ફેલાયા ધુમાડાના ગોટેગોટા :જુઓ વીડીઓ

પેડિંગ્ટન નજીકના એબરડીન પ્લેસમાં ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ : આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ : 100થી વધુ ફાયરફાઇટરો ઘટનાસ્થળે

લંડન: મધ્ય લંડનના એબરડીન પ્લેસ નજીક આવેલા એક ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં નજીકની એક રહેણાંક ઇમારતની છતનો ભાગ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો.
આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે લગભગ 100 જેટલા ફાયરફાઇટરો અને 15 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના 999 કંટ્રોલ રૂમને આગ લાગવા અંગે 160થી વધુ કોલ મળ્યા હતા. પેડિંગ્ટન અને યુસ્ટન સ્ટેશનના ફાયર ક્રૂને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સ્ટેશન કમાન્ડર પોલ મોર્ગને જણાવ્યું હતું કે આ ખૂબ જ ભયાનક આગ છે અને ચારે બાજુ ધુમાડો ફેલાયેલો છે. રહેવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખે.
આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. લંડન ફાયર બ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એબરડીન પ્લેસમાં આવેલા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાની ઘટનામાં 15 ફાયર એન્જિન અને લગભગ 100 ફાયરફાઇટરોને બોલાવવામાં આવ્યા છે. એક ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર આગની ઝપેટમાં આવી ગયું હતું. આસપાસની રહેણાંક ઇમારતોનો અમુક ભાગ પણ સળગી ગયો હતો. આગને ઉપરથી કાબૂમાં લેવા માટે બ્રિગેડના 32-મીટર ટર્નટેબલ લેડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બ્રિગેડના 999 કંટ્રોલ ઓફિસરોને આગ અંગે 160થી વધુ કોલ મળ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

 

(1:22 PM IST)