<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

હવે તદ્દન ઉલટો દુલ્હન સ્વેપિંગનો કિસ્સો : યુવાનના દુલ્હનને બદલે દુલ્હનની માતા સાથે લગ્ન કરાવી દેવાયાં

દુલ્હનનો બુરખો ઊંચો કરતાં દુલ્હાને અદલાબદલીની ખબર પડી પછી તેણે હોબાળો મચાવ્યો :ભાઈ અને ભાભીએ તેને બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાવવાની ધમકી આપી: ભાઈ-ભાભીએ દુલ્હનની બદલીના 5 લાખ લીધા

યુપીના મેરઠમાં લગ્નમાં દુલ્હનની અદલાબદલીનો એક મામલો સામે આવ્યો છે જે કોઈને પણ ચોંકાવી મૂકવા પૂરતો છે. એક યુવાનના દુલ્હનને બદલે દુલ્હનની માતા સાથે લગ્ન કરાવી દેવાયાં હતા. દુલ્હનનો બુરખો ઊંચો કરતાં દુલ્હાને અદલાબદલીની ખબર પડી પછી તેણે હોબાળો મચાવ્યો હતો

મેરઠના બ્રહ્મપુરીના 22 વર્ષીય મોહમ્મદ અઝીમે એવું કહ્યું કે તેના લગ્ન શામલીની મંતશા નામની છોકરી સાથે નક્કી થયાં હતા. તેના ભાઈ નદીમ અને ભાભી દ્વારા આ લગ્ન નક્કી કરાયાં હતા. 31 માર્ચે લગ્ન થયાં હતા અને લગ્ન દરમિયાન મૌલવીએ દુલ્હનને તાહિરા તરીકે ઓળખાવી હતી અને આ દરમિયાન બુરખો ઊંચ કરતાં દુલ્હાએ જોયું કે આ તેને દેખાડેલી દુલ્હન નહોતી પરંતુ દુલ્હનની 45 વર્ષની વિધવા માતા હતી.

પીડિત અઝીમે એવું કહ્યું કે જ્યારે તેણે છેતરપિંડીનો વિરોધ કર્યો, ત્યારે તેના ભાઈ અને ભાભીએ તેને બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાવવાની ધમકી આપી. ભાઈ-ભાભીએ દુલ્હનની બદલીના 5 લાખ લીધા હતા 

આ દરમિયાન ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં લગ્નમાં પનીર ખાવા ન મળતાં એક યુવાન એટલો ઉશ્કેરાઈ ગયો કે તેણે કશું અકલ્પનીય કરવાનું નક્કી કર્યું હતું. લગ્નમાં પનીર ખાવા ન મળતાં યુવાને પહેલા બસ અને પછી ટેમ્પો ટ્રાવેલર ફેરવીને મહેમાનોને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ઘણા ઘાયલ થયા હતા અને લાખો રુપિયાનું નુકશાન થયું હતું. મુગલસરાયના હમીદપુર ગામમાં રાજનાથ યાદવની પુત્રીના લગ્ન હતા. શનિવારે મોડી સાંજે 'બારાત' આવી, અત્યાર સુધી તો બધું બરોબર હતું. પછી જમણવાર ચાલું થયો અને તેમાં બહારથી ધર્મેન્દ્ર યાદવ નામનો એક યુવાન આવ્યો અને સીધો ફૂડ સ્ટોલ તરફ ગયો. ધર્મેન્દ્રને પનીર ખૂબ ભાવતું હતું અને લગ્નમાં સૌથી પહેલાં તેણે પનીર તરફ નજર દોડાવી પરંતુ તે ન મળતાં તેનો પારો છટક્યો અને તે બહાર જઈને બસ લઈ આવ્યો અને જ્યાં લગ્ન ચાલતાં હતા ત્યાં વચ્ચે લાવીને ઊભી રાખી અને મહેમાનોને ટક્કર મારી જેમાં 6 લોકો ઘાયલ થયાં હતા અને 3 લાખના ફર્નિચરનો ભુક્કો બોલી ગયો. ત્યાર બાદ આટલેથી પણ મન ન ભરાતાં તે બહાર જઈને ટેમ્પો ટ્રાવેલર લઈ આવ્યો અને ફરી વાર લોકો પર ફેરવ્યો આને કારણે મહેમાનોમાં હાહાકાર મચ્યો હતો અને બધા જીવ બચાવવા ભાગવા લાગ્યાં આટલો મોટો કેર મચાવીને ધર્મન્દ્ર ભાગી ગયો હતો.

ઉલ્લેખનીય છે મહાનગરોમા વાઈફ કે પાર્ટનર સ્વેપિંગની ઘટનાઓ વધતી જાય છે જેમા ઈચ્છુ કપલો પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડની અદલાબદલી કરીને સેક્સ માણતાં હોય છે. મોટા શહેરોમાં ખાનગીમાં આ દૂષણ ખૂબ મોટા પાયે ચાલી રહ્યું છે, અવારનવાર વાઈફ સ્વેપિંગના ઘણા કિસ્સો સામે આવતાં હોય છે

 

(1:57 PM IST)