તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
કાકાની બુદ્ધિ બગડી! ‘ચાલ રસગુલ્લા ખવડાવું' કહી ૮ વર્ષની બાળકી સાથે કુકર્મ
યુપીમાં દિનપ્રતિદિન દુષ્કર્મના બનાવ વધી રહ્યાં છેઃ ૧૫૦ લોકોની પૂછપરછ બાદ આરોપીની ધરપકડ લગ્ન સમારંભ દરમ્યાનની ઘટનાથી ચકચાર

બરેલી, તા.૨૯: યુપીમાં દિનપ્રતિદિન દુષ્કર્મના બનાવ વધી રહ્યાં છે. રોજને રોજ કોઈ ઠેકાણે આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. યુપીના બરેલીમાં ૪૭ વર્ષીય નરાધમે ૮ વર્ષની બાળકીની આબરુ લૂંટી લેતાં ચકચાર મચી હતી. પોલીસે કહ્યું કે લગ્ન સમારંભ દરમિયાન આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના ચાર દિવસ બાદ સોમવારે ૪૭ વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની ઓળખ થઈ છે જેનું નામ નંદકિશોર છે જેણે લગ્નમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૨૪ એપ્રિલના રોજ વિશરતગંજ પોલીસ સ્ટેશન હદ હેઠળના એક ગામમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા સગીર છોકરી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ત્યારબાદ તપાસ શરૂ કરી અને સોમવારે નંદકિશોરની ધરપકડ કરી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે સગીર છોકરી તેના પરિવાર સાથે ૨૪ એપ્રિલના રોજ ગામમાં તેના સંબંધીના લગ્નમાં હાજરી આપવા આવી હતી. તેણે સ્વીકાર્યું કે તેણે છોકરીને લલચાવી અને સમારંભ દરમિયાન તેની સાથે બળાત્કાર કર્યો.
શુક્રવારે જિલ્લા હોસ્પિટલમાં ઓપરેશન બાદ ભાનમાં આવ્યા બાદ, છોકરીએ મહિલા પોલીસને જણાવ્યું કે આરોપીએ સફેદ શર્ટ પહેર્યો હતો. તે તેને રસગુલ્લા ખવડાવીશ એમ કહીને ખેતરમાં લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે તપાસ માટે ચાર ટીમ બનાવી અને ૧૫૦ લોકોની પૂછપરછ કરી અને જેમાં નંદ કિશોર પણ સામેલ હતો, કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતાં તેણે છોકરી પર રેપ કર્યો હોવાની કબૂલાત કરી લીધી હતી
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
