તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પહેલગામ નરસંહાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા પીડિતો માટે મોટી જાહેરાત, 50-50 લાખનું વળતર : બાળકોના શિક્ષણ અને રોજગારીની ગેરંટી
પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના નાગરિકોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા સહાય : એક પીડિત પરિવારની દીકરીને સરકારી નોકરીની પણ જાહેરાત

મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ નાગરિકોમાં મહારાષ્ટ્રના 6 લોકોનો સમાવેશ થતો હતો. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ મૃતકોના પરિવારો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનો માટે વળતરની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે હુમલાના પીડિત પરિવારોના બાળકોના શિક્ષણ અને રોજગારીની દિશામાં રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જગદાલે પરિવારની દીકરીને નોકરી આપવા માટે તેમણે વાત કરી હતી. પરંતુ હવે મુખ્યમંત્રીના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આજે કેબિનેટ બેઠકમાં તેમને સરકારી નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં મુંબઈ અને પુણેના રહેવાસીઓ સહિત મહારાષ્ટ્રના છ લોકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યો હતો.
નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને ગોળીઓથી મારી નાખ્યા હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી અને હિન્દુઓને કલમો વાંચવા માટે પણ કહ્યું હતું. આ આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી છે અને આતંકવાદ સામે નિર્ણાયક લડાઈમાં ભારતને સહયોગની ખાતરી આપી છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
