<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે કાલે નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર દ્વારા મોટી યોજના પર વિચાર-વિમર્શ કરાશે : કાલે ચાર મોટી મિટિંગ : મોટા નિર્ણયો લઈ શકાય તેવી શક્યતા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રીઓ જીતન રામ માંઝી, સર્બાનંદ સોનોવાલ, રાજમોહન નાયડુ અને અન્ય સભ્યો હાજરી આપશે.

નવી દિલ્હી તા.૨૯ :પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે. ત્યારે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદીઓને ખતમ કરવામાં આવશે અને દુશ્મનોને પાઠ ભણાવવામાં આવશે. કેન્દ્રની મોદી સરકાર એક્શન મોડમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે સુરક્ષા તૈયારીઓની દરેક વિગતો લઈ રહ્યા છે.

બુધવારે સરકાર એક મોટી યોજના પર વિચાર-વિમર્શ કરવા જઈ રહી છે. આવતીકાલે સતત ચાર મોટી મિટિંગ  થશે. આ બેઠકોમાં મોટા નિર્ણયો લઈ શકાય છે. સૌ પ્રથમ, બુધવારે સવારે 11 વાગ્યે કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થઈ શકે છે. પહેલગામ હુમલા પછી આ બીજી CCS બેઠક છે.

મીટિંગમાં કોણ રહેશે હાજર

PMની અધ્યક્ષતામાં CCPA (રાજકીય બાબતો પર કેબિનેટ સમિતિ) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં પીએમ મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રીઓ જીતન રામ માંઝી, સર્બાનંદ સોનોવાલ, રાજમોહન નાયડુ અને અન્ય સભ્યો હાજરી આપશે.

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની ત્રીજી મોટી બેઠક બુધવારે યોજાશે. ત્યારબાદ કેબિનેટની બેઠક થશે. પહેલગામ હુમલા પછી આ પહેલી કેબિનેટ બેઠક હશે.

બેઠકમાં શું થશે ચર્ચા

બેઠકોમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત સરકારે આગળ શું પ્રતિભાવ આપવો જોઈએ તે અંગે ચર્ચા થશે. સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. ત્યારબાદ રાજકીય બાબતોની બેઠકમાં વિચાર-વિમર્શ થશે. સિંધુ જળ સંધિ પર કેવી રીતે આગળ વધવું તે અંગે ચર્ચા થશે.

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. લગભગ 17 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓ જંગલમાંથી બૈસરન ખીણમાં આવ્યા હતા અને હુમલા પછી ભાગી ગયા હતા. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં એક મોટું લશ્કરી ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળોની ટીમો આતંકવાદીઓની શોધમાં જંગલમાં શોધખોળ કરી રહી છે. હેલિકોપ્ટરથી લઈને ડ્રોન સુધી દેખરેખ રાખવામાં આવી રહી છે.

(2:57 PM IST)