<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

સંબંધોમાં દગો... નજીકના સગાંની બેશરમી! જવાન સાસુને જોતાં જમાઈ જામ્‍યાં! લઈને ભાગ્‍યાં

અલીગઢ બાદ હવે ફરી એક વાર સાસુ જમાઈનું પ્રેમ પ્રકરણ સામે આવ્‍યું છે. બન્ને ભાગી ગયાં છે

ગોંડા, તા.૨૯: સમયના વહેણ સાથે સંબંધો બદલાયાં છે હવે નજીકના સગાંઓ વચ્‍ચે સામાન્‍ય નહીં પરંતુ અસામાન્‍ય સંબંધ પાંગરી રહ્યો છે અને તાજેતરના સમયમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. આજકાલ સગાઈ બાદ યુવાનોને સાસુ ગમવા લાગી છે અને મંગેતરને પડતી મૂકીને સાસુને પકડી હતી

અલીગઢના સાસુ જમાઈ પ્રકરણની શાહી હજુ સુકાઈ નથી ત્‍યાં ફરી એક સાસુ જમાઈના પ્રેમ પ્રકરણે ઉપાડો લીધો છે. અહીં સગાઈ બાદ એક યુવાનને તેની જવાન સાસુના પ્રેમમાં પડ્‍યો અને પ્રેમ ચરમસીમાએ પહોંચતાં બન્ને ભાગી ગયાં અને યુવતી જોતી જ રહી ગઈ.

૪ મહિના દુબૌલિયા ગામના યુવાનના ગોંડા જિલ્લાની એક છોકરી સાથે નક્કી થયા હતા. સગાઈ પછી, છોકરા અને છોકરી વચ્‍ચે વાતચીત શરૂ થઈ, પરંતુ થોડા સમય પછી છોકરીની માતાએ પણ છોકરા સાથે વાતચીત શરૂ કરી. શરૂઆતમાં, કોઈએ આ તરફ ધ્‍યાન આપ્‍યું નહીં, પરંતુ તેમની વાતચીતમાં વધારો અને તેમના વર્તનમાં ફેરફારને કારણે પરિવારના સભ્‍યો શંકાસ્‍પદ બન્‍યા. જ્‍યારે આ મામલો પ્રકાશમાં આવ્‍યો, ત્‍યારે છોકરીના પરિવારે સંબંધ તોડી નાખ્‍યો અને છોકરીના લગ્ન બીજા કોઈ સાથે કરાવી દીધા. પરંતુ તે યુવાન અને તેની ભાવિ સાસુ વચ્‍ચે સંપર્ક ચાલુ રહ્યો. યુવક અને મહિલા ૩ દિવસ પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા . જ્‍યારે પોતાની શોધખોળ કરવા છતાં કોઈ માહિતી ન મળી ત્‍યારે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે યુવકના ઘરે જઈને તપાસ કરી, પરંતુ ત્‍યાં પણ કોઈ પુરાવો ન મળ્‍યો, હાલમાં બન્નેની શોધખોળ ચાલુ છે.

આ ઘટના થોડા સમય પહેલા અલીગઢમાં પ્રકાશમાં આવેલા કેસ જેવો છે જ્‍યાં એક મહિલા તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી. આ કિસ્‍સાએ દેશમાં ચકચાર જગાવી હતી અને હવે ફરી આવો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. આવા કિસ્‍સાંઓ નજીકના સગાઓનો વ્‍યભિચાર ખુલ્લો પાડ્‍યો છે.

(3:15 PM IST)