તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
કેનેડામાં ફરી કાર્ની સરકાર : ખાલિસ્તાન સમર્થક નેતા જગમીતસિંહની હાર
જસ્ટિન ટ્રુડોનો પરાજય : ટ્રુડોના જતા જ કેનેડામાંથી ખાલીસ્તાનીઓનું પેકઅપ

નવી દિલ્હી, તા.૨૯: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડાને અમેરિકામાં ભેળવવાની ધમકીઓ અને વેપાર યુદ્ધે લિબરલ પાર્ટીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચૂંટણી વિશ્લેષકોના મતે, શરૂઆતમાં કેનેડામાં વાતાવરણ લિબરલ પાર્ટીના પક્ષમાં નહોતું લાગતું. પરંતુ ટ્રમ્પના નિવેદનોએ રમત બદલી નાખી.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો વારંવાર બચાવ કરતા જગમીત સિંહને કેનેડાની સામાન્ય ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કેનેડાના ખાલિસ્તાન તરફી નેતાની આ હારથી અલગતાવાદી એજન્ડાને પણ જોરદાર ફટકો પડ્યો છે. સોમવારે હાર સ્વીકારતા જગમીત સિંહે સાંસદ પદ પરથી પણ રાજીનામું આપી દીધું. એટલું જ નહીં, પરિસ્થિતિ એવી છે કે તેમની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે તેનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ છીનવાઈ શકે છે. કોઈપણ પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવા માટે, ઓછામાં ઓછી ૧૨ બેઠકો જીતવી જરૂરી છે, જેમાં NDP સફળ થઈ શકી નથી. જગમીત સિંહે પાછલી ચૂંટણીઓમાં પોતાને કિંગમેકર તરીકે જોયા હતા, પરંતુ આ વખતે તેઓ દરેક રીતે નબળા પડી ગયા છે.
એક તરફ, જગમીત સિંહે પોતાની બેઠક ગુમાવી દીધી, જ્યારે પાર્ટીનું પણ ખરાબ પરિણામ આવ્યું. તેમણે બ્રિટિશ કોલંબિયાની બર્નાબી સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી લડી, જ્યાં લિબરલ પાર્ટીના ઉમેદવારે તેમને હરાવ્યા. જગમીત સિંહને ફક્ત ૨૭.૩ ટકા મત મળ્યા, જ્યારે તેમને હરાવનારા વેડ ચાંગને ૪૦ ટકાથી વધુ મત મળ્યા. જગમીત સિંહ તેમના સંસદીય મતવિસ્તારમાં ત્રીજા ક્રમે આવ્યા. પરિણામો પછી તરત જ, તેમણે રાજીનામું આપવાની ઓફર કરી છે. જગમીત સિંહે કહ્યું કે હું આ હારથી નિરાશ છું. જગમીત સિંહે કહ્યું, ‘અલબત્ત હું આ હારથી નિરાશ છું. અમે વધુ બેઠકો જીતી શકયા હોત. પરંતુ હું મારા આંદોલનથી નિરાશ નથી. મને વિશ્વાસ છે કે અમારી પાર્ટી ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે.' જગમીત સિંહની સાથે, ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોની પાર્ટીને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, લિબરલોને સત્તામાં આવવાની તક મળી છે.
અત્યાર સુધીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે વડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ફરીથી સત્તામાં આવશે. મત ગણતરીના શરૂઆતના વલણો બહાર આવ્યા બાદ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને આ દાવો કર્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાને અમેરિકામાં ભેળવવાની ધમકીઓ અને વેપાર યુદ્ધે લિબરલ પાર્ટીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચૂંટણી વિશ્લેષકોના મતે, શરૂઆતમાં કેનેડામાં વાતાવરણ લિબરલ પાર્ટીના પક્ષમાં હોય તેવું લાગતું ન હતું. પરંતુ ટ્રમ્પ દ્વારા વારંવાર કેનેડાને ૫૧મા રાજ્ય તરીકે સંબોધિત કર્યા અને ટ્રુડોને ગવર્નર કહ્યા પછી વાતાવરણ બદલાઈ ગયું. કેનેડિયનોને લાગ્યું કે જસ્ટિન ટ્રુડો હવે અસરકારક નથી. આ જ કારણ છે કે કાર્નેની પાર્ટીએ જંગી જીત મેળવી છે.(
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
