તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પાણી બાદ દવા માટે તરફડીયાં મારશે પાકિસ્તાન !ભારતે પકડી લીધી નસ : પાક સરકાર દોડતી થઇ
ભારતે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના વેપારને રોકવાની અને ફાર્મા સપ્લાય બંધ કરવાની પણ જાહેરાત કરી : આ નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો

નવી દિલ્હી, તા.૨૯: ગયા અઠવાડિયે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત બાદ ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતે ૧૯૬૦માં વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં થયેલી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી છે. આ સાથે જ ભારતે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના વેપારને રોકવાની અને ફાર્મા સપ્લાય બંધ કરવાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. ભારત દ્વારા અટારી-વાઘા બોર્ડર બંધ કરી દેવાથી બંને દેશો વચ્ચે દર વર્ષે થતો લગભગ રૂ.૩,૮૮૬ કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. આનાથી માત્ર આર્થિક મોરચે આંચકો લાગ્યો નથી, પરંતુ રોજિંદા જીવન પર પણ મોટી અસર પડી છે.
ભારતીય સપ્લાય બંધ થયા બાદ પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (DRAP)એ ઈમરજન્સી પ્લાનિંગ શરૂ કરી છે. ભારતથી પાકિસ્તાનને અત્યાર સુધીમાં લગભગ ૩૦% થી ૪૦% ફાર્મા કાચો માલ - ખાસ કરીને API એટલે કે Active Pharmaceutical Ingredients - મળતો હતો. હવે પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (DRAP) ચીન, રશિયા અને યુરોપિયન દેશોમાંથી વિકલ્પો શોધવામાં લાગી ગયું છે. ઝય્ખ્ભ્ના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું, ૨૦૧૯ના સંકટ બાદથી અમે વૈકલ્પિક રસ્તાઓ પર કામ શરૂ કર્યું હતું, પરંતુ હવે તેને ઝડપથી અમલમાં મૂકવું પડી રહ્યું છે.પાકિસ્તાનમાં પાણીનું સંકટ પણ ગંભીર બની રહ્યું છે. સિંધુ નદીના કિનારે આવેલા લતીફાબાદ વિસ્તારમાં પોતાના ખેતરોમાં ઊભેલા ખેડૂત હોમલા ઠાકુરના અવાજમાં ચિંતા સ્પષ્ટ ઝલકે છે. તડકાની વચ્ચે, જ્યારે નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે, હોમલા ઠાકુર કહે છે, ‘જો ભારતે પાણી રોકી દીધું, તો અમારું બધું રણ બની જશે. અમે ભૂખે મરી જઈશું.' હોમલા ઠાકુર જેવા ખેડૂતો, જેમની આજીવિકા સિંધુના પાણી પર ટકેલી છે, તેઓ હવે દરરોજ આ ડર સાથે ખેતરોમાં કામ કરી રહ્યા છે કે કાલે કદાચ નદીમાં પાણી ભરવા માટે કંઈ બચશે નહીં. સિંધુ નદી તિબેટથી નીકળીને ભારતના માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશે છે અને અરબ સાગરમાં ભળે છે, તેથી ભારતના આ નિર્ણયની સીધી અસર પાકિસ્તાનના ખેતીવાડી પર પડી શકે છે.ઓછા વરસાદ અને બદલાતા હવામાનની વચ્ચે, સિંધુ પરની નિર્ભરતા વધી રહી હતી. હવે જ્યારે ભારતે ૧૯૬૦માં વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં થયેલી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી છે. ત્યારે સંકટ વધુ ગંભીર બન્યું છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન સામે બેવડું સંકટ ઊભું થયું છે - એક તરફ દવાઓની ભારે તંગીનો ખતરો અને બીજી તરફ ખેતી-ખેડૂતો માટે જીવનરેખા ગણાતી સિંધુ નદીના સૂકાઈ જવાનો ડર. આગામી દિવસોમાં જો પાકિસ્તાન નક્કર પગલાં નહીં ભરે, તો આ સંકટ વધુ ગંભીર બની શકે છે
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
