તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
૨૫ વર્ષથી પાળેલી ગાય મૃત્ય પામતાં માલિકે એની પાછળ તેરમાની વિધિ અને હવન કરીને ગામ જમાડયું
પચીસ વર્ષથી તેમના ઘરે ઘરના જ સભ્યની જેમ રહેતી ભોલીને વિધિવિધાન અને ધામધૂમથી વિદાય આપી હતી

મુઝફ્ફરનગર તા.૨૯: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પાસેના સાલારપુર ગામના સત્યેન્દ્ર લાટિયાન નામના ખેડૂતે પાળેલી ભોલી નામની ગાય થોડા દિવસ પહેલાં મળત્યુ પામી હતી. પચીસ વર્ષથી તેમના ઘરે ઘરના જ સભ્યની જેમ રહેતી ભોલીને સત્યેન્દ્રભાઈના પરિવારે ખૂબ વિધિવિધાન અને ધામધૂમથી વિદાય આપી હતી. અંતિમ સંસ્કારમાં પૂરી પૂજાવિધિ કરીને બ્રાહ્મણો દ્વારા તેરમાની વિધિ પણ કરાવી હતી. ગાયની તેરમાની વિધિ થતાં ગામલોકો માટે જાણે એક અનોખો નઝારો હતો.
સત્યેન્દ્ર લાટિયાનનું કહેવું છે કે આ ગાય એક સમયે રોજનું ૩૦ લિટર દૂર આપતી હતી, પરંતુ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વળદ્ધ થઈ ગઈ હોવાથી દૂધ નહોતું આવતું. ઉંમરને કારણે ભોલી ગાય નબળી પડી ગઈ હતી અને થોડા દિવસ પહેલાં એ મળત્યુ પામી હતી. જોકે ઘરના જ સદસ્ય જેવો લગાવ આ ગાય પ્રત્યે હોવાથી તેમના પરિવારે એના અંતિમ સંસ્કાર અને પિંડદાનની વિધિ બ્રાહ્મણ પાસે કરાવી હતી. મળત્યુના ૧૩મા દિવસે વિધિ કરાવ્યા પછી ગામલોકો માટે મળત્યુ-ભોજ પણ રાખ્યું હતું અને બ્રાહ્મણોને દાન પણ કર્યું હતું.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
