<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કમલા પ્રસાદ બિસેસર ત્રિનિદાદ અને ટોબેગોની સામાન્ય ચૂંટણીમાં સત્તા પર પરત : પીએમ મોદીએ આપ્યા અભિનંદન

કમલા પ્રસાદ બિસેસર, જે અગાઉ 2010 થી 2015 સુધી ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાન હતા, હવે 73 વર્ષની ઉંમરે ફરી એકવાર સત્તામાં પાછા ફર્યા છે. તેમની પાર્ટી UNC એ ચૂંટણીમાં વર્તમાન સરકાર એટલે કે PNM (પીપલ્સ નેશનલ મૂવમેન્ટ) ને હરાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની સામાન્ય ચૂંટણીમાં વિજય બદલ યુનાઇટેડ નેશનલ કોંગ્રેસ (UNC) ના નેતા કમલા પ્રસાદ બિસેસરને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેના ઐતિહાસિક અને પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું, "ચૂંટણીમાં વિજય બદલ @MPKamla ને હાર્દિક અભિનંદન. અમે ત્રિનિદાદ અને ટોબેગો સાથેના અમારા ઐતિહાસિક ગાઢ અને પારિવારિક સંબંધોને મહત્વ આપીએ છીએ. હું અમારા લોકોની સહિયારી સમૃદ્ધિ અને કલ્યાણ માટે તમારી સાથે કામ કરવા આતુર છું."

(7:54 PM IST)