News of Wednesday, 30th April 2025
પાણી માટે યુદ્ધ: પંજાબે ભાખરાનું પાણી રોક્યું : CM માનનો વીડિયો જાહેર : હરિયાણામાં ત્રાહિમામ : જુઓ વિડિઓ
પંજાબની ભગવંત માન સરકારે હરિયાણા તરફ જતી ભાખરા નહેરનું પાણી અટકાવ્યું : હરિયાણાને મળતું ૯૫૦૦ ક્યુસેક પાણી ઘટાડીને ૪૦૦૦ ક્યુસેક કર્યું : કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો

ਬੀਜੇਪੀ ਦੀ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਪੰਜਾਬ ਦੇ ਪਾਣੀਆਂ ਨੂੰ ਲੈ ਕੇ ਇੱਕ ਹੋਰ ਕੋਝੀ ਚਾਲ ਚੱਲੀ ਜਾ ਰਹੀ ਹੈ, ਅਸੀਂ ਕਿਸੇ ਕੀਮਤ 'ਤੇ ਇਸਨੂੰ ਕਾਮਯਾਬ ਨਹੀਂ ਹੋਣ ਦੇਵਾਂਗੇ।
— Bhagwant Mann (@BhagwantMann) April 29, 2025
.....
भाजपा की केंद्र सरकार की तरफ से पंजाब के पानी को लेकर एक और गंदी चाल चली जा रही है, हम इसे किसी भी कीमत पर सफल नहीं होने देंगे। pic.twitter.com/Kffw8ZQEoK
ચંદીગઢ: પાણીને લઈને પંજાબ અને હરિયાણા ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. પંજાબની ભગવંત માન સરકારે હરિયાણા તરફ જતી ભાખરા નહેરનું પાણી રોકી દીધું છે. પંજાબ સરકારે હરિયાણાને મળતું સાડા નવ હજાર ક્યુસેક પાણી ઘટાડીને ૪૦૦૦ ક્યુસેક કરી દીધું છે. પંજાબના આ કડક નિર્ણયથી હરિયાણામાં ઉનાળાની સિઝનમાં પાણીનું સંકટ ઘેરી શકે છે. બીજી તરફ, આ મામલે કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ભાખરા નહેરનું પાણી રોક્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પંજાબ વિરુદ્ધ ગંદી ચાલ ચાલી રહી છે, જેને અમે સફળ થવા નહીં દઈએ. માનનું કહેવું છે કે ભાજપે ભાખરા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડ (બીબીએમબી) પર દબાણ બનાવ્યું છે કે હરિયાણાને તેની જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે. પંજાબ પાસે વધારાનું પાણી નથી જે દરેકને આપી શકાય. જ્યારે હરિયાણા તેના હિસ્સાનું નક્કી કરેલું પાણી પહેલાથી જ વાપરી ચૂક્યું છે. આવી સ્થિતિમાં પંજાબ પાસે હરિયાણા માટે વધારાનું પાણી નથી.
સીએમ માને કહ્યું કે પાણીનું જે સિસ્ટમ બનેલું છે તેના હિસાબે દર વર્ષે ૨૧ મે થી આગામી વર્ષે ૨૧ મે સુધી પાણીનો હિસાબ રાખવામાં આવે છે. આ હિસાબ મુજબ હરિયાણાએ આખા વર્ષના તેના હિસ્સાનું પાણી માર્ચમાં જ વાપરી લીધું છે. જો કે આ પહેલા ક્યારેય પાણીનો હિસાબ રાખવામાં આવ્યો નહોતો. કારણ કે પૂર્વ સરકારોની મિલીભગતથી પાણીનો ખેલ ચાલતો રહેતો હતો. પરંતુ હવે આવું નહીં થાય. આપ સરકાર પાણીના એક એક ટીપાનો હિસાબ રાખી રહી છે.
સીએમ માને કહ્યું કે અમે અમારા હિસ્સાનું પાણી હરિયાણાને આપી શકીએ તેમ નથી. તેથી ભાજપ બીબીએમબી પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબ પાસે એક ટીપું પણ વધારાનું નથી. જો કે માનવતાના ધોરણે હરિયાણાને ૪૦૦૦ ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. કારણ કે પાણી બધાની જરૂરિયાત છે, પરંતુ આનાથી વધુ પાણી હરિયાણાને આપી શકાય તેમ નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે પાકિસ્તાનનું જે પાણી રોક્યું છે તે પંજાબને આપવામાં આવે. જો તે પાણી પંજાબને મળશે તો જ હરિયાણાને પણ પાણી મળી શકશે. માને કહ્યું કે પોંગ ડેમ અને રણજીત સાગર ડેમમાં પણ પાણી ઓછું થઈ ગયું છે. તેથી પંજાબ પોતાની જરૂરિયાતોને પહેલા પૂરી કરશે. કારણ કે હવે ડાંગરની સિઝન શરૂ થવાની છે. પંજાબના ખેડૂતોને ડાંગરની વાવણી માટે પાણી જોઈએ. સીએમ માને કહ્યું કે પંજાબે પોતાની નહેર સિસ્ટમ ઠીક કરી લીધી છે. તેથી પંજાબમાં પાણીની કમી નથી. હવે પંજાબના ખેડૂતોને ખેતી માટે કમી નહીં આવવા દઈએ. મુખ્યમંત્રીએ ફરી એકવાર દોહરાવ્યું કે અમારી પાસે એક ટીપું પણ વધારાનું પાણી નથી.
કેન્દ્રીય ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે આ મુદ્દે ભાખરા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડ પાસેથી રિપોર્ટ માંગ્યો છે, જેથી આ વિવાદ પર સહમતિ બનાવી શકાય. બીજી તરફ, કોંગ્રેસે હરિયાણા અને પંજાબ સરકારને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે હરિયાણાના પાણીમાં કાપ મૂકવાનો અધિકાર પંજાબ પાસે નથી. પાર્ટીના નેતાઓએ આ મુદ્દે મજબૂત રજૂઆત ન કરવા બદલ હરિયાણા સરકારને પણ ઘેરી છે. સાંસદ કુમારી શૈલજાએ સંસદથી લઈને સડક સુધી હરિયાણાના હકની અવાજ ઉઠાવવાની વાત કરી છે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે હરિયાણા કોઈ અહેસાન નથી માંગી રહ્યું, પરંતુ આ રાજ્યના હિસ્સાનું પાણી છે, જે પંજાબ સરકારે દરેક કિંમતે આપવું જ પડશે. પંજાબ સરકાર દ્વારા ૯૫૦૦ ક્યુસેક પાણીને અચાનક ઘટાડીને ૪૦૦૦ ક્યુસેક કરવું ઘોર વાંધાજનક છે. હરિયાણાની ભાજપ સરકાર દ્વારા તેનો કોઈ વિરોધ પણ ન કરવો વધુ વાંધાજનક છે. ભાજપે સત્તામાં આવ્યા બાદથી જ હરિયાણાના હિતોની મજબૂતીથી રજૂઆત નથી કરી. સુપ્રીમ કોર્ટના એસવાયએલ પર હરિયાણાના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ પણ આજ સુધી સરકાર હરિયાણાના હકનું પાણી મેળવી શકી નથી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
