<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ઇશાક ડારે કહ્યું.... સિંધુ પાણી ૨૪ કરોડ લોકોના જીવનનો પ્રશ્ન છે

પાકિસ્‍તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયું: પહેલગામ ઘટનામાં અમારો કોઈ હાથ નથીઃ ઇશાક ડાર

ઇસ્‍લામાબાદ તા.૩૦: કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે તણાવ ચરમસીમાએ છે. આ હુમલાના જવાબમાં ભારતે અનેક વ્‍યૂહાત્‍મક પગલાં લીધાં છે. જેના કારણે પાકિસ્‍તાનમાં ભયનો માહોલ છે. પાકિસ્‍તાનમાં એવો ડર છે કે ભારત પણ લશ્‍કરી કાર્યવાહી શરૂ કરી શકે છે. આમ છતાં, પાકિસ્‍તાનના નેતાઓની અપશબ્‍દો બોલવાનું ચાલુ જ છે. હવે ફરી એકવાર પાકિસ્‍તાનના નાયબ વડા -ધાન ઇશાક ડારે પણ આવું જ નિવેદન આપ્‍યું છે, જે તેમની હતાશા સ્‍પષ્ટપણે દર્શાવે છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે ભારતને ઈંટના બદલામાં પથ્‍થરથી જવાબ આપવામાં આવશે.

ઇશાક ડાર સેનેટ સત્રને સંબોધિત કરી રહ્યા હતા

સેનેટ સત્રને સંબોધતા, ડારે કહ્યું કે ભારતે સિંધુ જળ સંધિ ને રદ કરવા માટે પહેલગામ નાટક કર્યું હશે. તેમણે કહ્યું, અમે પહેલા નહીં કરીએ, પરંતુ જો ભારત કંઈ કરશે તો અમે ઈંટનો જવાબ પથ્‍થરથી આપીશું. વિદેશ મંત્રી ડારે એમ પણ કહ્યું કે ભારત એકપક્ષીય રીતે ત્‍ષ્‍વ્‍ ને સ્‍થગિત કરી શકે નહીં. જો ભારત પાણીમાં દખલ કરવાનો પ્રયાસ કરશે, તો અમે તેને યુદ્ધ ગણીશું કારણ કે તે ૨૪ કરોડ લોકોના જીવનનો મામલો છે. તેમણે સ્‍પષ્ટપણે કહ્યું કે પહેલગામ ઘટનામાં પાકિસ્‍તાનનો કોઈ હાથ નથી.

ઉલ્લેખનીય છે કે જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. આ ઘટનામાં પાકિસ્‍તાનનો હાથ હોવાનું બહાર આવ્‍યું છે. ભારતે ખુલાસો કર્યો છે કે કુલ ચાર આતંકવાદીઓમાંથી બે પાકિસ્‍તાની છે. આ ઘટનાને ધ્‍યાનમાં રાખીને, ભારતે પાકિસ્‍તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી ચાલુ રાખી છે અને સોમવારે, સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યા પછી, તેણે પાકિસ્‍તાની યુટયુબ ચેનલો સંબંધિત સામગ્રી પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્ણય લીધો છે.

પાકિસ્‍તાન મિત્ર ચીનના પગે પડ્‍યું

ચીને ૨૩ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. જોકે, ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધતા તણાવ પર ચીનની પહેલી પ્રતિક્રિયા ત્‍યારે આવી જ્‍યારે પાકિસ્‍તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે રવિવારે ચીનના ટોચના રાજદ્વારી વાંગ યી સાથે ફોન પર વાત કરી અને બેઇજિંગનો ટેકો માંગ્‍યો.

આતંકવાદ સામેની લડાઈ એ વિશ્વની સહિયારી જવાબદારી છેઃ વાંગ યી

ગ્‍લોબલ ટાઈમ્‍સના અહેવાલ મુજબ, વાંગે ડારના કહેવા પર ફોન પર વાત કરી હતી. વાંગે કહ્યું કે ચીન આ ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને આતંકવાદ સામેની લડાઈ સમગ્ર વિશ્વની સામાન્‍ય જવાબદારી છે. તેમણે પાકિસ્‍તાનના કથિત આતંકવાદ વિરોધી પ્રયાસોને ચીનના સતત સમર્થનનો પણ પુનરોચ્‍ચાર કર્યો.

સિંધુ જળ સંધિ પર કોઈ ટિપ્‍પણી કરી નથી

તેમણે કહ્યું કે, એક મજબૂત મિત્ર અને સર્વકાલીન વ્‍યૂહાત્‍મક ભાગીદાર તરીકે, ચીન પાકિસ્‍તાનની કાયદેસર સુરક્ષા ચિંતાઓને સંપૂર્ણપણે સમજે છે અને પાકિસ્‍તાનને તેની સાર્વભૌમત્‍વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં સમર્થન આપે છે. વાંગે એમ પણ કહ્યું કે, ચીન ત્‍વરિત અને નિષ્‍પક્ષ તપાસનું સ્‍વાગત કરે છે અને માને છે કે આ સંઘર્ષ ન તો ભારત માટે ફાયદાકારક છે, ન તો પાકિસ્‍તાન માટે કે ન તો -ાદેશિક શાંતિ અને સ્‍થિરતા માટે. જોકે, તેમણે સિંધુ જળ સંધિના સ્‍થગિત થવા અંગે કોઈ ટિપ્‍પણી કરી ન હતી

(2:11 PM IST)