<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

ચારધામ યાત્રાનો ભવ્‍ય પ્રારંભઃ ગંગોત્રી ધામ ફૂલોની સજાવટથી શોભી ઉઠયુ

ઉત્તરાખંડ, ભારત : હિન્‍દુ ધર્મની પવિત્ર ચારધામ યાત્રાનો ભવ્‍ય પ્રારંભ થયો છે. ઉત્તરાખંડના ગંગોત્રી ધામને ફૂલોની આકર્ષક સજાવટથી શણગારવામાં આવ્‍યું છે, જેના કારણે આ પવિત્ર સ્‍થળ શ્રદ્ધાળુઓ માટે વધુ આકર્ષક બન્‍યું છે. ગંગોત્રી ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્‍યા છે, અને હજારો યાત્રિકો દર્શન માટે પહોંચી રહ્યા છે. ગંગોત્રી ધામ, જે ગંગા નદીના ઉદ્દગમ સ્‍થાન તરીકે પ્રસિદ્ધ છે, ચારધામ યાત્રાનું મુખ્‍ય આકર્ષણ છે. સ્‍થાનિક વહીવટીતંત્રે યાત્રીઓની સુવિધા માટે વ્‍યાપક તૈયારીઓ કરી છે, જેમાં રહેવા-જમવાની સુવિધાઓ, સુરક્ષા વ્‍યવસ્‍થા અને આરોગ્‍ય સેવાઓનો સમાવેશ થાય છે. આ વર્ષે યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ગંગોત્રી મંદિરની ફૂલોની સજાવટ અને ધાર્મિક વિધિઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે શ્રદ્ધાળુઓમાં ઉત્‍સાહ વધારી રહી છે. જોકે કાશ્‍મીરની ઘટનાના ધેરા પડતા પડ્‍યા છે.

(3:57 PM IST)