News of Wednesday, 30th April 2025
ભારતનો પાકિસ્તાન સામે મોટો નિર્ણય : તમામ પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર સત્તાવાર રીતે બંધ કર્યું (ન્યૂઝફર્સ્ટ)
તાત્કાલિક અસરથી NOTAM જારી : પાકિસ્તાનમાં નોંધાયેલા, સંચાલિત અને લીઝ પરના તમામ નાગરિક અને લશ્કરી વિમાનોના ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ

ન્યૂઝફર્સ્ટ : ભારતે પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાનમાં નોંધાયેલા, પાકિસ્તાન દ્વારા સંચાલિત અથવા પાકિસ્તાની કંપનીઓ દ્વારા લીઝ પર લેવાયેલા તમામ પ્રકારના વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર સત્તાવાર રીતે બંધ કરી દીધું છે.
આ પ્રતિબંધમાં પાકિસ્તાનની તમામ નાગરિક એરલાઇન્સ તેમજ લશ્કરી વિમાનોનો સમાવેશ થાય છે. આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી 'નોટિસ ટુ એરમેન' (NOTAM) પણ જારી કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે હવે કોઈ પણ પાકિસ્તાની વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વધેલા તણાવની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો છે. ભારતના આ પગલાથી પાકિસ્તાનની એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય ઉડ્ડાનો માટે લાંબા રૂટ લેવાની ફરજ પડશે, જેના કારણે તેમને સમય અને ઇંધણનો વધુ ખર્ચ થશે. આ ઉપરાંત, લશ્કરી સ્તરે પણ આ નિર્ણય વ્યૂહાત્મક રીતે મહત્વનો માનવામાં આવે છે. ભારતના આ સખત પગલાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસે તેવી શક્યતા છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
