<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

૨૮% મહિલા સાંસદો- ધારાસભ્‍યો સામે ફોજદારી કેસઃ ૧૫% પર હત્‍યાના ગંભીર આરોપ

વર્તમાન ૫૧૩ મહિલા સાંસદો અને ધારાસભ્‍યોમાંથી ૫૧૨ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના આધારે એડી ચારતાં અહેવાલમાં જણાવાયું છે કે ૧૪૩ અથવા ૨૮ ટકાએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે : ૭૮ મહિલા સાંસદો (૧૫ ટકા) સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં હત્‍યાનો પ્રયાસ અને હત્‍યાનો પણ સમાવેશ થાય છે

નવી દિલ્‍હી,તા.૦૧: ચૂંટણી અધિકાર સંસ્‍થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR) એ દેશના વર્તમાન મહિલા સાંસદો અને ધારાસભ્‍યો પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. ADR ના વિશ્‍લેષણ મુજબ, દેશભરમાં ૧૭ મહિલા સાંસદો અને ધારાસભ્‍યો છે જેમણે પોતાને અબજોપતિ જાહેર કર્યા છે, જ્‍યારે તેમાંથી ૨૮ ટકા મહિલા સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ૧૭ અબજોપતિ સાંસદો અને ધારાસભ્‍યોમાં લોકસભામાં ૭૫ મહિલા સાંસદોમાંથી છ, રાજ્‍યસભામાં ૩૭ મહિલા સાંસદોમાંથી ત્રણ અને રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં ૪૦૦ મહિલા ધારાસભ્‍યોમાંથી આઠનો સમાવેશ થાય છે.

વર્તમાન ૫૧૩ મહિલા સાંસદો અને ધારાસભ્‍યોમાંથી ૫૧૨ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના આધારે, અહેવાલમાં જણાવાયું છે કે ૧૪૩ અથવા ૨૮ ટકાએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. આમાંથી, ૭૫ લોકસભા મહિલા સાંસદોમાંથી ૨૪ (૩૨ ટકા), ૩૭ રાજ્‍યસભા મહિલા સાંસદોમાંથી ૧૦ (૨૭ ટકા) અને ૪૦૦ મહિલા ધારાસભ્‍યોમાંથી ૧૦૯ (૨૭ ટકા) (તમામ રાજ્‍ય વિધાનસભાઓ/કેન્‍દ્રશાસિત પ્રદેશો) એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.

વિવિધ રાજ્‍યોમાં શું પરિસ્‍થિતિ છે?

રિપોર્ટમાં જણાવાયું છે કે ૭૮ મહિલા સાંસદો (૧૫ ટકા) સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં હત્‍યાનો પ્રયાસ અને હત્‍યાનો પણ સમાવેશ થાય છે. આમાંથી, લોકસભાની ૭૫ મહિલા સાંસદોમાંથી ૧૪ (૧૯ ટકા), રાજ્‍યસભાની ૩૭ મહિલા સાંસદોમાંથી ૭ (૧૯ ટકા) અને ૪૦૦ મહિલા ધારાસભ્‍યોમાંથી ૫૭ (૧૪ ટકા) (તમામ રાજ્‍ય વિધાનસભાઓ/કેન્‍દ્રશાસિત પ્રદેશો) એ પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતી મહિલા સાંસદોનું પ્રમાણ ખાસ કરીને કેટલાક રાજ્‍યોમાં વધારે છે.

રિપોર્ટ મુજબ, ગોવાના ત્રણમાંથી બે મહિલા સાંસદો/ધારાસભ્‍યો (૬૭ ટકા), તેલંગાણાના ૧૨માંથી ૮ મહિલા સાંસદો/ધારાસભ્‍યો (૬૭ ટકા), આંધ્રપ્રદેશના ૨૪માંથી ૧૪ મહિલા સાંસદો/ધારાસભ્‍યો (૫૮ ટકા), પંજાબના ૧૪માંથી ૭ મહિલા સાંસદો/ધારાસભ્‍યો (૫૦ ટકા), કેરળના ૧૪માંથી ૭ મહિલા સાંસદો/ધારાસભ્‍યો (૫૦ ટકા) અને બિહારના ૩૫માંથી ૧૫ મહિલા સાંસદો/ધારાસભ્‍યો (૪૩ ટકા) એ તેમના સોગંદનામામાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે તેલંગાણાના ૧૨ મહિલા સાંસદો/ધારાસભ્‍યોમાંથી પાંચ (૪૨ ટકા), આંધ્રપ્રદેશના ૨૪ મહિલા સાંસદો/ધારાસભ્‍યોમાંથી ૯ (૩૮ ટકા), ગોવાના ૩ મહિલા સાંસદો/ધારાસભ્‍યોમાંથી ૧ (૩૩ ટકા), બિહારના ૩૫ મહિલા સાંસદો/ધારાસભ્‍યોમાંથી ૯ (૨૬ ટકા), મેઘાલયના ૪ મહિલા સાંસદો/ધારાસભ્‍યોમાંથી ૧ (૨૫ ટકા), પંજાબના ૧૪ મહિલા સાંસદો/ધારાસભ્‍યોમાંથી ૩ (૨૧ ટકા) અને કેરળના ૧૪ મહિલા સાંસદો/ધારાસભ્‍યોમાંથી ૩ (૨૧ ટકા) એ પોતાના સોગંદનામામાં પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે.

રાજકીય પક્ષોના આધારે રિપોર્ટ શું કહે છે?

પક્ષની દ્રષ્ટિએ, ભાજપ પાસે સૌથી વધુ મહિલા ધારાસભ્‍યો (૨૧૭) છે, જેમાંથી ૨૩ ટકા મહિલા ધારાસભ્‍યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૧૧ ટકા મહિલા ધારાસભ્‍યો ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસમાં આ પ્રમાણ વધારે છે, જ્‍યાં તેના ૮૩ મહિલા ધારાસભ્‍યોમાંથી ૩૪ ટકા સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૨૦ ટકા સામે ગંભીર આરોપો છે.

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ૨૦ મહિલા ધારાસભ્‍યોમાંથી, ૬૫ ટકા સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૪૫ ટકા સામે ગંભીર કેસ નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (AAP) ના ૧૩ મહિલા ધારાસભ્‍યોમાંથી, ૬૯ ટકા સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ૩૧ ટકા સામે ગંભીર આરોપો છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્‍સ અને નેશનલ ઇલેક્‍શન વોચ (NEW) એ જણાવ્‍યું હતું કે, તેમની નાણાકીય પળષ્ઠભૂમિના આધારે, તમામ ૫૧૨ મહિલા સાંસદો અને ધારાસભ્‍યોની કુલ જાહેર સંપત્તિ રૂ.૧૦,૪૧૭ કરોડ છે, જેમાં દરેક ધારાસભ્‍યની સરેરાશ સંપત્તિ રૂ.૨૦.૩૪ કરોડ છે.

આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ૨૪ ધનિક મહિલા ધારાસભ્‍યો છે જેમણે તેમની સરેરાશ સંપત્તિ ૭૪.૨૨ કરોડ રૂપિયા જાહેર કરી છે.

૧૮મી લોકસભામાં ૨૨ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી મહિલા સાંસદો છે. કેરળ એકમાત્ર એવું મોટું રાજ્‍ય છે જ્‍યાં કોઈ મહિલા સાંસદ નથી. મહિલા ઉમેદવારોની જીતની ટકાવારી પુરુષ ઉમેદવારો કરતાં વધુ હતી. ૮૦૦ મહિલા ઉમેદવારોમાંથી ૭૪ (૯.૩ ટકા) ચૂંટણી જીતી, જ્‍યારે ૭,૫૫૪ પુરુષ ઉમેદવારોમાંથી ૪૬૯ (૬.૨ ટકા) ચૂંટાયા.

પヘમિ બંગાળમાં સૌથી વધુ ૧૧ મહિલા સાંસદો છે, ત્‍યારબાદ ઉત્તર પ્રદેશમાં ૭, મહારાષ્‍ટ્રમાં ૭ અને મધ્‍યપ્રદેશમાં ૬ મહિલા સાંસદો છે.(૪૦.૧૩)

(9:56 AM IST)