News of Thursday, 1st May 2025
આજથી મહાનગરોમાં દર મહિને ત્રણથી વધુ વખત ATM વાપર્યુ તો નાણાં કપાશે
ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇનો નિર્ણય : કેશ ઈઝ કિંગ નાણાકીય વ્યવહારમાં હજી પણ કેશ ઈઝ કિંગ

નવી દિલ્હી,તા.૧: આજથી રિઝર્વ બેંક દ્વારા બેંકોના એટીએમના વ્યવહાર માટે નવા નિયમોનો અમલ થશે. લેણદેણ શુલ્ક માટેના નવુ ફી માળખું અમલી બનશે. આ બાબત દેશમાં ડિજીટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે અમલી બનાવવામાં આવનાર છે. જેના પગલે સમગ્ર દેશમાં એટીએમ દ્વારા મફત લેણદેણની મર્યાદા, વધારાની લેવડદેવડ માટે ફી અને ઇન્ટરચેંજ ફીના માળખામાં પણ ફેરફાર થશે.
નવા નિયમો મુજબ હવે ગ્રાહક દર મહિને નિヘતિ સંખ્યામા એટીએમ દ્વારા મફત લેવડદેવડ માટે હદદાર રહેશે. જેમાં મહાનગરીય વિસ્તારોમાં ત્રણ અને મહાનગરીય ન હોય તેવા વિસ્તારોમાં પાંચ વખત એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. આ મફત લેવડદેવડમાં નાણાંકીય અને બિન નાણાંકીય વ્યવહારોનો પણ સમાવેશ થાય છે.
એક વખત જ્યારે ગ્રાહક તેની માસિક મફત લેવડદેવડની મર્યાદા વટાવી દે ત્યાર બાદ બેંકો એટીએમ દ્વારા પ્રત્યેક લેવડદેવડ માટે રૂા.૨૩ ફી વસૂલશે.જેમાં તમામ કરનો સમાવેશ થાય છે. આ ફી નાણાંકીય અને બિનનાણાંકીય એમ બંને લેવડદેવડ માટે વસૂલવામાં આવશે. અને રોકડ જમા (કેશ ડિપોઝિટ) ને છોડીને કેશ રિસાયકલર મશીનો (સીઆરએમ) પર ઉપયોગ સુધી અસર થતી હોય છે. લોકો હજી પણ કેશ ઈઝ કિંગ માનીને રોકડામાં વ્યવહારો કરવાનું પસંદ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો સાઇબર ફોડથી ડરીને પણ ઓનલાઇન વ્યવહારના બદલે રોકડાથી વ્યવહારો કરવામાં માને છે.(૪૦.૨)
કેટલી આવક જૂથના લોકો કેવો વ્યવહાર કરે છે?
ઓફલાઇન વ્યવહારોમાં હજી પણ રોકડથી જ લેવડદેવડ થાય છે. જે લોકોની આવક રૂા.૫ લાખથી ઓછી હોય તેઓ મોટાભાગે ઓફ લાઇન વ્યવહારો રોકડથી જ કરતા હોવાનું એક અહેવાલમાં બહાર આવ્યું છે. રૂા.૫ લાખથી રૂા.૧૦ લાખની આવક ધરાવનારાઓમાંથી અંદાજે ૫૨ ટકા લોકો રોકડથી, ૨૪ ટકા લોકો યુપીઆઇથી અને ૯ ટકા લોકો ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરે છે. જ્યારે રૂા.૧૦ લાખથી ૨૦ લાખની આવક ધરાવનારાઓમાંથી ૪૧ ટકા લોકો રોકડથી, ૨૮ ટકા લોકો યુપીઆઇથી અને ૯ ટકા લોકો ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરે છે. જ્યારે રૂા.૨૦ લાખથી વધુ આવક ધરાવનારાઓમાંથી ૩૭ ટકા લોકો રોકડથી, ૨૫ ટકા યુપીઆઇથી અને ૧૧ ટકા ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરે છે. આ અહેવાલ ગત વર્ષે એક અગ્રણી કંપનીએ તૈયાર કર્યો હતો. દેશના ૧૨૦ શહેરોમાં ૬૦૦૦ ગ્રાહકો અને ૧૦૦૦ વેપારીઓનો સર્વે કરીને આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં ડિજીટલ સાક્ષરતા વધુ છે ત્યાં ઓનલાઇન વ્યવહારો વધુ થાય છે
ખાતેદારોએ શું ધ્યાનમાં રાખવું ?
એટીએમ વ્યવહારોની સંખ્યા ઉપર ધ્યાન રાખવું ફ્રી ઉપયોગની મર્યાદા થી વધુ લેવડદેવડ ઉપર વધારાની રૂા.૨૩ ફી
લાગશે તેનાથી માહિતગાર રહે રોકડ જમા (કેશ ડિપોઝિટ)
સિવાય આ ફી સીઆરએમ પર પણ લાગશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
