<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

પનીર, ચીઝ, ક્રિમના નામે એનાલોગ પધરાવનારા સામે Fssai પગલાં લેશે

Fssaiએ એનાલોગને લઈ લોકોના પ્રતિભાવ માંગ્‍યા : ચીઝ એનાલોગ બનાવવા સોલિડ દૂધ, પામ તેલ, હાઇડ્રોજનયુક્‍ત વનસ્‍પતિ ચરબી, મોડિફાઈડ સ્‍ટાર્ચનો ઉપયોગઃ હોટલ કે રેસ્‍ટોરન્‍ટ્‍સમાં ગ્રાહકોને દેખાઈ તેવી રીતે બોર્ડ લગાવાતા નથી

મુંબઇ તા.૧: ડેરી પ્રોડેક્‍ટસના નામે એનાલોગનું વેચાણ કરી ચાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેવા કેટલાક અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલને આધારે Foalએ સબંધિતો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

ફુડ સેક્‍ટી એન્‍ડ સ્‍ટાન્‍ડડસ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (Fxxal) સ્‍પષ્ટપણે માને છે કે, નોન-ડેરી અથવા એનાલોગ જેવા સબ્‍દો ડેરી પરિભાષાના ઉપસર્ગ તરીકે વાપરી શકાય છે? વાસ્‍તવામાં બંને કિસ્‍સાઓમાં જયાં કોઈપણ દૂધના પટકો આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે બદલવામાં આવે છે. ચીઝ જેવું ચીઝ એનાલોગ (દૂધ, શુદ્ધ પામ તેલ, હાઇડ્રોજનયુક્‍ત વનસ્‍પતિ ચરબી, મોડિફાઈડ સ્‍ટાર્ચ, ઇમમલ્‍સાયર)માંથી બનાવાય છે. ચિંટીંગના અંતે એનાલોગને લઈ Freakએ સબંધિતો પાસે વેબસાઈટ પર પ્રતિક્રિયાઓ અને સુચનો મંગાવ્‍યા છે.

હોટલ, રેસ્‍ટોર્સ, કેટરર્સ અને અન્‍ય ખાદ્યપદાર્થ વેચાતી સંસ્‍થાઓ જે રાંધેલા અને તૈયાર ખોરાક અથવા રેસીપીમાં પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપે છે, તેઓએ ખાઘ ચીજોની ચોક્કસ પ્રકળતિ સ્‍પષ્ટપણે દર્શાવવી જોઈએ. ડેરી શબ્‍દ પહેલાં નોન-ડેરી અથવા એનાલોગ શબ્‍દનો ઉપયોગ મેનુ કાર્ડ્‍સ, બની પヘમિ સમ સંબંધિત સામગ્રી પર ગાહકો સરળતાથી વાંચી શકે, તે રીતે કરવો જોઈએ.

દા.ત. કડાઈ પનીર બનાવવા પનીર એનાલોગ તેમજ ડેરી ઉત્‍પાદનોને બદલે ભર્ગરમાં ચીઝ એનાલોગનો ઉપયોગ કરાયો હોય, તો તેમાં યુઝ કરેલી  પ્રોડક્‍ટનો ઉલ્લેખ કરવો જોઈએ. Faxal એનાલોગના છૂટક વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુકવાનું વિચારી રહી છે. એનાલોગ ફકત પેકડ સ્‍થિતિમાં જ યોગ્‍ય લેબલિંગ સાથે ૫૦૦ ગામથી ઓછું વેચી શકારો નહી.તેવો પણ નિયમ Fami લાવવાના મુડમાં છે. એનાલોગ મુદ્દે Fએ સુબીધતો પાસે પ્રતિક્રિયાઓ અને સુચનો માંગ્‍યા છે. જે દિવસમાં વેબસાઈટના માધ્‍યમથી કરી શકાશે.(૩૮.૬)

 

ડેરી એનાલોગ બનાવતા ખાદ્ય વ્‍યવસાયો માટે Fssai નોંધણીમાં પ્રતિબંધ મુકશે?

નાના ખાઘ ઉત્‍પાદક જેનું ટર્નઓવર વાર્ષિક રૂ. ૧૨ લાખ સુધી છે અથવા ઉત્‍પાદન ક્ષમતા પ્રતિ દિવસ ૧૦૦ કિલો લિટર સુધી છે. તેને Foi નોંધણી હેઠળ ગણવામાં આવે છે. જોકે, ડેરી ઉત્‍પાદનો તરીકે ડેરી એનાલોગના સંભવિત દુરુપયોગને ધ્‍યાનમાં લેતા ડેરી એનાલોગ એટલે કે, પનીરનું એનાલોગ ક્રીમનું એનાલોગ દુધનું એનાલોગ ચીઝનું એનાલોગ વગેરે બનાવતા ઉત્‍પાદકો માટે જએ નોંધણીને પ્રતિબંધિત કરવાનું સૂચન કર્યું છે. એનાલોગના વેચાણ માટે રાજ્‍ય કે કેન્‍દ્ર સરકાર પાસેથી લાઇસન્‍સ લેવું પડશે

એનાલોગ એટલે શું.?

પનીર એનાલોગ એટલે પનીર જેવું પણ, પનીર હોતું નથી. એનાલોગ સીધુ દુધમાંથી કે દુધના કોઈ ઘટક ભાગમાંથી બનાવાવું નથી. તે દુધનું ઉત્‍પાદન નથી. એનાલોગ પર દુધની બનાવટને લગતું કોઈપણ સ્‍ટીકર કે જે દુધ તેમજ દુધનું ઉત્‍પાદન અથવા તેમાં દુધનો સમાવેશ થતો હોવાને લગતું સ્‍ટીકર લગાવી શકાતું નથી.

કેટલા પ્રકારના એનાલોગ હોય છે?

એનાલોગ પનીર

એનાલોગ મિલ્‍ક

એનાલોગ ક્રિમ

એનાલોગ ચીઝ

(10:25 AM IST)