News of Thursday, 1st May 2025
શોર્ટ્સ પહેરીને પાસપોર્ટ ઓફિસ પહોંચ્યો યુવક, સિકયોરિટી ગાર્ડે અંદર જવાની ના પાડીઃ સોશિયલ મીડિયા પર થયો હોબાળો!
ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી,તા.૦૧: તમે એક કહેવત સાંભળી જ હશે, જેવો દેશ, તેવો વેશ. જે કપડાં કોઈ જગ્યાએ પહેરવા જોઈએ તે ત્યાં સારા લાગે છે. જોકે, કેટલીક જગ્યાએ કપડાં અંગે કોઈ કાયદા-કાનૂન હોતા નથી; લોકો સામાન્ય કપડાં પણ પહેરી શકે છે. પાસપોર્ટ ઓફિસ પણ આવી જ એક જગ્યા છે. લોકો પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ઓફિસમાં જાય છે. પરંતુ હાલમાં જ્યારે એક યુવક શોર્ટ્સ પહેરીને ત્યાં પહોંચ્યો ત્યારે બહાર ઊભેલા સુરક્ષા ગાર્ડે તેને અંદર જવા દીધો નહીં. જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર પહોંચ્યા, ત્યારે લોકો તેને સાંભળીને ગુસ્સે થઈ ગયા.
X યુઝર વિનીત (@DealsDhamaka) એ હાલમાં એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એક યુવક શોર્ટ્સ પહેરેલો જોવા મળે છે. આ યુવક પાસપોર્ટ ઓફિસમાં છે. તે સમયે વિનીત ત્યાં હાજર હતો. વિનીતે હ્ પર આ છોકરા સાથે જોડાયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે આ યુવક શોર્ટ્સ પહેરીને પાસપોર્ટ ઓફિસ ગયો હતો, તે સમયે વિનીત તેના વારાની રાહ જોઈ રહ્યો હતો.
જ્યારે સુરક્ષા ગાર્ડે છોકરાને શોર્ટ્સ અને ચંપલ પહેરેલો જોયો, ત્યારે તેણે તેને અંદર જવા દીધો નહીં. તેણે કહ્યું કે આ પાસપોર્ટ ઓફિસ છે. છોકરાએ કહ્યું કે તે કોર્પોરેટ ઓફિસોમાં પણ એ જ રીતે જાય છે, અને આ એક સરકારી ઓફિસ છે. ૨ મિનિટની ચર્ચા પછી યુવકના પિતા અંદર ગયા અને પાસપોર્ટ અધિકારીને તેમના દીકરાને અંદર આવવા દેવા વિનંતી કરી. યુવકને જવા દેવામાં આવ્યો. આ પછી સિકયોરિટી પર્સને વિનીતને કહ્યું કે કેટલાક લોકો તેની ઓફિસ અને કામને મહત્વ આપતા નથી. નાઈટ સૂટ પહેરીને કોણ ઓફિસ જાય છે? અંદર મહિલાઓ, બાળકો અને વળદ્ધો હશે, જો તેઓ અસ્વસ્થતા અનુભવે તો શું? જો માતા-પિતા કંઈ ન કહે તો આખી પેઢી બગડી રહી છે.આ પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેને ૧ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું કે આ તેમની ઓફિસ છે, અમારી નહીં, અમે ગ્રાહકો છીએ, અમે ફી ભરીને અમારું કામ કરાવીએ છીએ. જો તેમને કોઈ ડ્રેસ કોડ જોઈતો હોય તો તેમણે તેમના પેજ પર તેનો ઉલ્લેખ કરવો જોઈએ. એકે કહ્યું - શું તે પાસપોર્ટ ઓફિસ છે કે ધાર્મિક સ્થળ?
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
