News of Thursday, 1st May 2025
પ્રેમ અને પરિવાર વચ્ચે ફસાઈ દીકરીઃ મા-બાપે કહી દીધું બેમાંથી કોઈ એકની પસંદગી કરી લે,પુત્રીની વાત સાંભળી પરિવાર ભાંગી પડ્યો
પ્રેમમાં પડેલા લોકો હંમેશા પ્રેમને જ પસંદ કરતા હોય છે....પ્રેમને પસંદ કર્યા બાદ પરિવારે કહી દીધું કે, તું અમારા માટે મરી ગઈ છોઃ ભવિષ્યમાં કયારેય અહીં સંપર્ક કરવાની કોશિશ કરતી નહીં

ચૂરૂ તા.૧: જો તમારે પ્રેમ અને પરિવારમાંથી કોઈ એકને પસંદ કરવાનું હોય તો કોને પસંદ કરો? સવાલ અઘરો છે પણ આ હંમેશા પ્રેમ કહાનીઓમાં વાજતે ગાજતે સામે આવે છે. સ્વાભાવિક છે કે, બંનેમાંથી એકને પસંદ કરવાનો મતલબ છે કે બીજાને ખોઈ દેવું. પણ -ેમમાં પડેલા લોકો હંમેશા પ્રેમને જ પસંદ કરતા હોય છે. ચૂરુમાં ૧૯ વર્ષની છોકરી સામે પણ આવો જ સવાલ આવીને ઊભો રહ્યો. પછી તેણે પણ પ્રેમને જ પસંદ કર્યો. પણ તેનું ભયંકર પરિણામ જોઈ રડી પડી. પ્રેમને પસંદ કર્યા બાદ પરિવારે કહી દીધું કે, ૅતું અમારા માટે મરી ગઈ છો. ભવિષ્યમાં કયારેય અહીં સંપર્ક કરવાની કોશિશ કરતી નહીં.
આ લવ સ્ટોરી ચૂરુ જિલ્લાના બીદાસરની ૨૦ વર્ષની મીના લુહાર સાથે જોડાયેલી છે. તેણે પોતાના પરિવાર વિરુદ્ધ જઈને પ્રેમી સાથે લવ મેરેજ કરી લીધા. પરિવારે તેને ઘણી સમજાવી. પણ તે માની નહીં. તેમણે કહી દીધું કે, તે હવે તેમના માટે મરી ચૂકી છે અને તેની સાથે કોઈ સંબંધ નથી. મીનાનો આરોપ છે કે, પહેલા તો તેના પરિવારના લોકો માની ગયા પણ બાદમાં તેમણે લગ્ન કરવાની ના પાડી દીધી. એટલા માટે તેણે ઘર છોડી દીધું અને -ેમી રોહિત રાજપૂત સાથે દિલ્હી આર્ય સમાજમાં જઈને લગ્ન કરી લીધા. આ લગ્નથી યુવકના પરિવારના લોકો પણ ખુશ નથી.
સદર પોલીસ સ્ટેશનમાં મીના લુહારે જણાવ્યું કે, તે છેલ્લા ૮ વર્ષથી પોતાના પરિવાર સાથે રતનગઢમાં રહેતી હતી. તેણે નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને તેના પિતા એલ્યુમિનિયમનું કારખાનું ચલાવે છે. તેણે રતનગઢમાં જ રોહિત સિંહ રાજપૂત સાથે લવ મેરેજ કર્યા છે. રોહિત સિંહ દિલ્હીમાં એક મિકેનિકનું કામ કરે છે. રોહિત સિંહ રતનગઢમાં જ તેમના ફળિયામાં રહેતો હતો. તેના ભાઈ સાથે રોહિતને ઘરે આવવા જવાનું થતું હતું. અહીંથી બંનેને ઓળખાણ થઈ. બંને મોબાઈલ પર વાતો કરતા હતા.
પાંચ મહિના બાદ જ્યારે રોહિત સાથે લગ્નની વાત ઘરે જણાવી હતી. તે સમયે પરિવારના લોકો માની ગયા હતા. પણ બાદમાં તેમણે ના પાડી દીધી. મીનાનું કહેવું છે કે, પરિવારના લોકો તેના લગ્ન બીજી જગ્યાએ કરાવવા માગતા હતા. તેના માટે તેણે ના પાડી દીધી. ઘરમાં લગ્નને લઈને પ્રેશર વધ્યું તો તે ૧૭ એપ્રિલના રોજ ઘરેથી ભાગી ગઈ. બાદમાં દિલ્હીમાં આર્ય સમાજમાં જઈને ૧૮ એપ્રિલના રોજ લગ્ન કરી લીધા.
બંનેને પરિવારને જ્યારે આ વાતની ખબર પડી તો જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા. મીનાના પરિવારે રતનગઢ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. તેની જાણ થતાં આ પ્રેમી કપલ સુરક્ષા માટે ચૂરુ એસપી ઓફિસે પહોંચ્યા. એસપી ઓફિસે બંનેને ચૂરુ સદર ચોકીએ લઈ ગયા. ત્યાં રતનગઢ પોલીસે મીનાનું નિવેદન નોંધ્યું. રતનગઢથી ચૂરુ પહોંચેલી છોકરીના પરિવારે ત્યાં તેને ખૂબ જ સમજાવી, પણ તે માની નહીં.
તેમણે મીનાને કહ્યું કે, રોહિત અથવા પરિવાર બંનેથી એકને પસંદ કરવો પડશે. તેના પર મીનાએ પ્રેમ રોહિતને પસંદ કર્યો. તેણે પાલન પોષણ કરનારા પરિવારને છોડી દીધો. તેનાથી ગુસ્સે થયેલા પરિવારે પણ જાહેરાત કરી દીધી કે તેમના માટે તે હવે મરી ચૂકી છે. મીના હવે રોહિત સાથે છે. પણ તેને તેના પરિવારને ખોઈ દેવાનું દુઃખ છે. (૩પ.૧૧)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
