<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

PoKમાં વિમાનો ઉડવાનું બંધ, લાહોર અને કરાચી સુધીની ફલાઇટ્‍સ રદ

ઈસ્‍લામાબાદ તા.૧: ભારત સાથે વધતા તણાવ વચ્‍ચે પાકિસ્‍તાને સુરક્ષા કારણોસર ગિલગિટ, સ્‍કાર્દુ અને પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીર (PoK)ના અન્‍ય ઉત્તરીય વિસ્‍તારો માટે બધી ફ્‌લાઇટ્‍સ રદ કરી દીધી છે. ફ્‌લાઇટ શેડ્‍યૂલનો ઉલ્લેખ કરતા સ્‍થાનિક મીડિયાએ અહેવાલ આપ્‍યો હતો કે, પાકિસ્‍તાન ઇન્‍ટરનેશનલ એરલાઇન્‍સ (PIA)એ કરાચી અને લાહોરથી સ્‍કાર્દુની બે-બે ફ્‌લાઇટ્‍સ રદ કરી છે. ઉડ્ડયન સૂત્રોને ટાંકીને મીડિયાએ જણાવ્‍યું હતું કે ઇસ્‍લામાબાદથી સ્‍કાર્દુની બે ફ્‌લાઇટ્‍સ અને ઇસ્‍લામાબાદથી ગિલગિટની ચાર ફ્‌લાઇટ્‍સ પણ રદ કરવામાં આવી છે. ભારત સાથેના તણાવને કારણે સુરક્ષા ચિંતાઓ વધી રહી છે અને પાકિસ્‍તાને તેના હવાઈ ક્ષેત્રનું નિરીક્ષણ વધુ તીવ્ર બનાવ્‍યું છે. (૩પ.૮)

(11:49 AM IST)