<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

કોટામાં નીટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનો આપઘાત

વર્ષ ૨૦૨૫માં જાન્‍યુઆરીથી હમણાં સુધી એટલે પ્રથમ ચાર મહિનામાં કોટામાં આપઘાતની આ ૧૩મી ઘટના

કોટા તા.૧: રાજસ્‍થાનના કોટામાં નીટની તૈયારી કરી રહેલા એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ પોતાના રૂમમાં પંખે લટકીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થી ફક્‍ત ૨૦ દિવસ પહેલા જ અહીંયા તૈયાર કરવા આવ્‍યો હતો. વર્ષ ૨૦૨૫માં જાન્‍યુઆરીથી હમણાં સુધી એટલે પ્રથમ ચાર મહિનામાં કોટામાં આપઘાતની આ ૧૩મી ઘટના છે અને એપ્રિલ મહિનામાં આ ત્રીજી ઘટના છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોચિંગ હબ તરીકે કોટા પ્રખ્‍યાત છે. પરંતુ વિદ્યાર્થીઓની આપઘાતની ઘટનાઓ જે રીતે વધી રહી છે, જે ચિંતાનો વિષય છે.  કોટા પોલીસના કહેવા મુજબ બિહારના કટિહારના રહેવાસી તમીમ ઇકબાલનો મળતદેહ સોમવારે તલવંડી વિસ્‍તારમાં પોતાના રૂમમાં પંખે લટકેલી હાલતમાં મળી આવ્‍યો છે. જવાહર નગર સર્કલ ઇન્‍સ્‍પેક્‍ટર રામલક્ષ્મણે જણાવ્‍યું કે રૂમમાંથી કોઈ સ્‍યુસાઈટ નોટ મળી નથી. એટલા માટે આ વિદ્યાર્થીએ કેમ આપઘાત કર્યો છે તેનું કારણ પણ જાણવા મળ્‍યું નથી. સોમવારે રાત્રે વારંવાર દરવાજો ખટખટાવ્‍યા પછી પણ જ્‍યારે વિદ્યાર્થીએ દરવાજો ખોલ્‍યો નહીં તો હોસ્‍ટેલના રેક્‍ટરે પોલીસને જાણ કરી હતી. ત્‍યાર પછી પોલીસ ટીમ આવી અને દરવાજો તોડીને રૂમમાં અંદર પ્રવેશી તો વિદ્યાર્થીઓ પંખે લટકેલી હાલતમાં હતો. -ાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે ઇકબાલ ૧૧મા ધોરણનો વિદ્યાર્થી હતો અને ૨૦ દિવસ પહેલા જ કોટા આવ્‍યો હતો. તેણે મેડિકલમાં પ્રવેશ માટે નીટની તૈયારી માટે એક કોચિંગ સેન્‍ટરમાં એડમિશન લીધું હતું. ઉલ્લેખનીય છે કે, કોટામાં વર્ષ ૨૦૨૪માં કોચિંગ સેન્‍ટરમાં તૈયારી કરી રહેલા ૧૭ વિદ્યાર્થીએ આપઘાત કર્યા હતા. ૨૦૨૩માં આ સંખ્‍યા ૨૬ હતી. (૩પ.૯)

 

(11:54 AM IST)