તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 1st May 2025
પાકિસ્તાનને રાતોરાત બદલાવ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
આઇએસઆઇના વડાને બનાવ્યા એનએસએ દહેશતની છાયામાં પાકિસ્તાન

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પછીથી ભારત સુરક્ષાના દ્રષ્ટિકોણથી સતત કોઇને કોઇ પગલા લઇ રહયું છે આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ ૩૦ એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (એનએસએબી) માં નવા સભ્યોને ઉમેર્યા છે. અને આલોક જોષીને તેના અધ્યક્ષ બનાવ્યા છે. તો પાકિસ્તાને પણ પોતાના નવા એનએસએની નિમણૂંક કરી છે.
એકસપ્રસ ટ્રીબ્યુનલના રીપોગર્ટ અનુસાર, પાકિસ્તાને આઇએસઆઇના વડા લેફટેનંટ જનરલ મોહમ્મદ અસિમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુકત કર્યા છે. મલિકને સપ્ટેમ્બર ર૦ર૪ માં આઇએસઆઇના વડા બનાવાયા હતા અને હવે તેમને એનએસએનો વધારાનો ચાર્જ સોંપાયો છે.
આઇએસઆઇના વડા બન્યા પહેલા અસિમ મલિકે પાકિસ્તાની સેનાના હેડકવાર્ટરમાં એડજયુટેટ જનરલ તરીકે પણ કામ કર્યું છે જયાં પ્રશાસનિક બાબતોની દેખરેખ કરી હતી.
અસિમ મલિકે પોતાની કેરીયર દરમ્યાન બલૂચિસ્તાન અને દક્ષિણ વજીરસ્તાનમાં પણ ડીવીઝનોનું સુકાન સંભાળેલું છે. આ બન્ને વિસ્તારો પાકિસ્તાન માટે સુરક્ષાની દ્રષ્ટિએ પડકારરૂપ છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
