News of Thursday, 1st May 2025
આંદામાન અને નિકોબાર ટાપુ નજીક વાદળોનું સામ્રાજ્ય: વહેલું ચોમાસુ બેસે તેવા સંકેત : IMD નવી આગાહી
સામાન્ય રીતે મોસમી વરસાદ મેના બીજા કે ત્રીજા અઠવાડિયામાં આ ભાગમાં દાખલ થાય છે

નવી દિલ્હી: આંદામાન અને નિકોબાર ટાપુની નજીક સમુદ્રની સપાટી પર હાલમાં વાદળોનું સામ્રાજ્ય અને પવનોના વેગમાં ઘણો ફેરફાર જણાઇ રહ્યો છે. આ લક્ષણો જલદીથી ચોમાસું બેસે એવા જણાઇ રહ્યા છે. સામાન્ય રીતે મોસમી વરસાદ મેના બીજા કે ત્રીજા અઠવાડિયામાં આ ભાગમાં દાખલ થાય છે, પરંતુ આ વખતે એક અઠવાડિયું પહેલા દાખલ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, એમ હવામાન સંબંધિત નિષ્ણાતોનો મત છે.
નિકોબાર ટાપુ પર મોસમી વરસાદ ક્યારે દાખલ થાય છે તેના પર ભારતના નૈઋત્યના મોસમી પવનોની પ્રગતિ, વેગ, સમય અને વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે. નિકોબાર ટાપુ પર મોસમી વરસાદ સામાન્ય રીતે ૧૫મી મેની આસપાસ દાખલ થાય છે.
ભારતમાં મોસમી વરસાદ સૌથી પહેલા અહીં જ આવે છે. આ વખતે અહીં ૧૦મી મેના રોજ મોસમી વરસાદ દાખલ થવાનો અંદાજ છે. આ અગાઉ ૧૭ વર્ષ પહેલા ૨૦૦૭ અને ૨૦૦૮માં ૧૦મી મેના રોજ નિકોબારમાં મોસમી વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. અહીં ૩૦૦૦-૩૮૦૦ મિલિમીટર વરસાદ પડે છે, જે દેશના અન્ય ભાગની સરખામણીમાં વધુ છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં હવામાનમાં બહુ મોટો ફેરફાર જણાઇ રહ્યો છે. એપ્રિલમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવે મે મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે અનુસાર આગામી ૨૪ કલાકમાં રાજ્યના કેટલાક ભાગમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે જેમાં પુણે, મુંબઈ શહેર તથા પરાં વિસ્તારના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.
બફારાથી છુટકારો મળશે નહીં. આ સિવાય વિદર્ભનું અકોલા સૌથી ગરમ શહેર બન્યું છે. મરાઠવાડાનું તાપમાન વધવાની શક્યતા છે. મેની શરૂઆતમાં મુંબઈમાં આકાશ સ્વચ્છ રહેશે, પણ હીટવેવની કોઇ ચેતવણી નથી. મરાઠવાડામાં કેટલીક જગ્યાએ તાપમાન વધેલું હશે જ્યારે ધારાશિવ, લાતુર, નાંદેડમાં વાદળિયું વાતાવરણ રહેશે અને વરસાદના ઝાપટાં પણ પડી શકે છે. ઉત્તર કોંકણને બાદ કરતા અન્ય જિલ્લામાં હીટવેવની ચેતવણી છે
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
