News of Friday, 2nd May 2025
વર્ષ 2024-25માં અદાણી પોર્ટનો નફો 37% વધ્યો: આજસુધીનો સૌથી વિક્રમી Rs.11,061 કરોડનો નફો
મુંદ્રા બંદરે 200 MMT કાર્ગો હેન્ડલિંગનો અને કેરળના વિંઝીન્મ બંદરે 100,000 કન્ટેનર હેન્ડલિંગનો રેકોર્ડ,શેર દીઠ રુ.૭.૦૦ ડિવીડન્ડની બોર્ડની ભલામણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ) એ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતાં ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે.
એપીએએસઇઝેડના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ આ પરિણામો વિષે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25 માં કર બાદના નફામાં અમારો વિક્રમી પરિણામો નોંધાયા છે જેમાં ₹ 11,000 કરોડના આંકને વટાવ્યો છે. કંપની ના લાંબાગાળાના નિર્ણયો અને બિસનેસ કુશળતા થકી 450 MMT કાર્ગો હેન્ડલ કર્યો છે.
કચ્છ ના મુંદ્રા બંદરે 200 મિલીયન મેટ્રિક ટન અને કેરળના વિઝિંન્મ બંદરે 100,000 કન્ટેનર હેન્ડલિંગ વોલ્યુમ પ્રાપ્ત કરવા સુધી ઉપરાંત NQXT અને એસ્ટ્રો ઓફશોરના વ્યૂહાત્મક હસ્તાંતરણ સુધીના બધા જ સિમાચિહ્નો અમને વિશ્વના સૌથી મોટા પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની બનાવે છે. મજબૂત ફંડામેન્ટલ્સ, ઉદ્યોગ પ્રેરીત ઇએસજી રેટિંગ્સ અને અવિરત અને ઉત્કૃષ્ઠ કામગીરી સાથે અમે નાણાકીય વર્ષ-26માં પણ વધુ સારા બિસનેસ કુશળતા પ્રાપ્ત કરીશું.
નાણાકીય વર્ષ 25માં આવક, એબિડ્ટા અને કર બાદના નફામાં અનુક્રમે 16%, 20%અને 37%નો વધારો થયો છે, લગભગ સરખા સમયગાળામાં આવક અને એબિડ્ટાએ ગાઇડન્સ આંક ને પણ વટાવ્યો છે. આ દરમિયાન વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કર્યા છે. જેમાં ગોપાલપુર પોર્ટનું હસ્તાંતરણ અને વિઝિંજામ પોર્ટ અને કોલંબો બંદરમાં ઓપરેશન શરૂ થયા છે. બોર્ડે વાર્ષિક 50 મિલીયન મેટ્રિક ટન ક્ષમતાના ઓસ્ટ્રેલિયાના NQXTના સંપાદનને મંજૂરી, કોલકત્તા પોર્ટ ખાતે ઓપરેશન-મેન્ટેનન્સનો આરંભ, દીનદયાળ પોર્ટમાં બર્થ નં. ૧૩ના ડેવલપમેન્ટ માટે કન્સેસન એગ્રીમેન્ટ કરવા અને એસ્ટ્રો ઓફશોરના હસ્તાંતરણ સામેલ છે. નાણાકીય વર્ષ -25 માટે એપીએસઇઝેડના બોર્ડે શેર-દીઠ ₹ 7 ડિવિડન્ડની ભલામણ કરી છે.
અત્યાર સુધીનું સૌથી મહત્તમ 450 મિલીયન મેટ્રિક ટન કાર્ગો વોલ્યુમ હાંસલ કરવા સાથે એક જ વર્ષમાં 200 મિલીયન મેટ્રિક ટન પાર કરનાર કચ્છ સ્થિત મુંદ્રા ભારતનું પ્રથમ બંદર બન્યું છે. અસ્ક્યામતમાં અભિવૃધ્ધિ, કન્ટેનર અને બલ્ક કાર્ગો વોલ્યુમમાં વૃદ્ધિ, ટ્રકીંગ અને ફ્રેઇટ નેટવર્કના કારણે લોજિસ્ટિક્સની આવકમાં 39% વધારો થયો છે. દરિયાઇ સેવાઓની આવકમાં બે વર્ષમાં ત્રણ ગણો વધારો કરવા લક્ષ્ય છે.
નાણાકીય વર્ષ 26 માં મજબૂત વૃદ્ધિ. માર્ગદર્શીત આવક અને એબિડ્ટા અનુક્રમે, રુ.36,000-38,000 કરોડ અને રુ.21,000- 22,000 કરોડ થવા અંદાજ છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
