News of Friday, 2nd May 2025
અમે બન્ને દેશોના સંપર્કમાં છીએઃ અમેરિકન પ્રવકતા ટેમીબ્રુસ
પી એમ મોદીને અમારૂ સંપૂર્ણ સમર્થન

વોશીંગ્ટન તા.૨: પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતી છે. એવા સમયે અમેરિકાએ ફરી એક વાર ભારતને સાથ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન વિદેશ મંત્રાલયની પ્રવકતા ટેમી બ્રુસનું કહેવું છે કે વડાપ્રધાન મોદીને અમારૂ સંપૂર્ણ સમર્થન છે. અમે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોની સરકારો સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ.
અમેરિકન વિદેશી મંત્રી માર્કો રૂબિયોએ ગુરૂવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પોતાના પાકિસ્તાની સમકક્ષ શાહબાજ શરીફ સાથે વાતચીત કરી હતી. ટેમી બ્રુસે મીડીયાને આ વાતચીતની માહિતી આપી.
અમેરિકન વિદેશ મંત્રાલયની પ્રવકતાનું આ સ્ટેટમેંટ એવા સમયે આવ્યું છે જયારે પાકિસ્તાન સતત સરહદ નજીક ફાયરીંગ કરી રહ્યું છે. પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલ હુમલા પછીથી સરહદ પર તણાવ છે. પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લઘંન કરીને એલઓસી પર ગોળીબાર કરી રહ્યું છે તો ભારતીય સેના પણ સંર્પૂણપણે એલર્ટ છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
