<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે વિયેતનામ પહોંચ્યા

રિજિજુએ જણાવ્યું હતું કે, વિયેતનામ સરકાર દ્વારા પ્રતિનિધિમંડળનું થયું ઉષ્માભર્યું સ્વાગત, જે સહિયારા આધ્યાત્મિક મૂલ્યો અને સભ્યતા સંબંધોનો પુરાવો : પવિત્ર અવશેષો આજથી આ મહિનાની 21મી તારીખ સુધી યુએન વેસક દિવસની ઉજવણી માટે વિયેતનામમાં રહેશે

2 મે 2025: કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ આજે વિયેતનામ પહોંચ્યા, તેઓ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે, વિયેતનામ સરકાર દ્વારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સહિયારા આધ્યાત્મિક મૂલ્યો અને સભ્યતા સંબંધોનો પુરાવો છે. તેમણે કહ્યું કે પવિત્ર અવશેષો આજથી આ મહિનાની 21મી તારીખ સુધી યુએન વેસાક દિવસની ઉજવણી માટે વિયેતનામમાં રહેશે.

 

(4:37 PM IST)