<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

આર્જેન્ટિનામાં 7.4 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ : સુનામીની ચેતવણી જારી : સ્થળાંતરના આદેશ : જુઓ વિડીયો

દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ : લોકોને દરિયાકાંઠાથી દૂર સલામત સ્થળોએ ખસેડવા સૂચના : દક્ષિણ આર્જેન્ટિના અને ચિલીના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખતરનાક મોજાંની ચેતવણી

બ્યુનોસ એરેસ (આર્જેન્ટિના): દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે આવેલા આર્જેન્ટિનામાં શુક્રવારે રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, દક્ષિણ આર્જેન્ટિનાના ઉશુઆઇઆથી 219 કિમી દક્ષિણે ડ્રેક પેસેજ ખાતે 12:58:26 (UTC) વાગ્યે આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ બાદ તરત જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે, જેના પગલે સત્તાવાળાઓએ લોકોને દરિયાકાંઠાથી દૂર સલામત સ્થળોએ જવા માટે તાકીદ કરી છે. આ ઘટનાક્રમને પગલે, યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ભૂકંપના કેન્દ્રબિંદુથી 300 કિલોમીટરની અંદરના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં દક્ષિણ આર્જેન્ટિના અને ચિલીના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે, માટે "ખતરનાક મોજાં" ની ચેતવણી જારી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં પ્યુર્ટો વિલિયમ્સમાં સુનામીની ચેતવણીના સાયરન વાગી રહ્યા છે અને સ્થાનિક લોકો સલામત સ્થળો તરફ જતા જોવા મળે છે.

 

(7:41 PM IST)