<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બૉમ્બની અફવાથી પોલીસમાં દોડધામ : સર્ચ ઓપરેશન શરૂ

લાવારિસ બેગમાં બૉમ્બ હોવાની માહિતી મળતા જ બૉમ્બ ડિસ્પોઝલ સ્કૉડ અને સુરક્ષા ટીમો સ્ટેશન પર પહોંચી

નવી દિલ્હી: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર આજે એક લાવારિસ બેગમાં બૉમ્બ હોવાની સૂચના મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરતા બૉમ્બ નિરોધક દળ અને અન્ય સુરક્ષા ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર રેલ્વે સ્ટેશન પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને પગલે મુસાફરોમાં થોડી ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે પોલીસ દ્વારા સલામતીની ખાતરી આપવામાં આવી રહી છે. હાલમાં સુરક્ષા દળો દ્વારા બેગની તપાસ કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(10:05 AM IST)